ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27મી ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ની પરીક્ષા શરૂૂ થઈ રહી છે જેમાં 65 કેન્દ્રોના 308 બિલ્ડિંગના 2,753 બ્લોક પરથી 76,312 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે સંખ્યા ગત વર્ષે 80,956 હતી એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે 4,644નો ઘટાડો નોંધાયો છે. તમામ પરીક્ષા કેન્દ્રો ઈઈઝટથી સજ્જ છે. એક પણ પરીક્ષા કેન્દ્ર પર ગેરરીતિ ન થાય તે માટે જિલ્લાના વર્ગ-1 અને 2ના અધિકારીઓને ફરજ સોંપવામાં આવશે. જેઓએ પૂરો સમય એટલે કે પરીક્ષા શરૂૂ થાય ત્યારથી પૂર્ણ થાય ત્યાં સુધી હાજર રહેવાનો આદેશ છે. જ્યારે રાજકોટ જિલ્લા કંટ્રોલ રૂૂમની સાથે હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરવામાં આવેલા છે.રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતુ કે, 27મી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂૂ થવાની છે.
જેમાં ધોરણ-10માં 40 કેન્દ્રોના 180 બિલ્ડીંગના 1,583 બ્લોક પરથી 45,421 વિદ્યાર્થીઓ, વિજ્ઞાન પ્રવાહમાં 6 કેન્દ્રોના 91 બિલ્ડિંગના 781 બ્લોક પરથી 7,684 વિદ્યાર્થીઓ તથા સામાન્ય પ્રવાહમાં 19 કેન્દ્રોના, 37 બિલ્ડિંગના 389 બ્લોક પરથી 23,207 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. એટ્લે કે 65 કેન્દ્રોના 308 બિલ્ડિંગના 2,753 બ્લોક પરથી 76,312 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ગત વર્ષે ધોરણ 10 માં 45,680, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 8,015 અને રીપીટર 609, જ્યારે ધોરણ-12માં સામાન્ય પ્રવાહમાં 26,652 એટ્લે કે કુલ 80,956 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી.
ધોરણ-10 અને 12 સાયન્સની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ જયારે 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી ચાલશે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરેરીતિ ન થાય તે માટે બોર્ડની ખાસ સ્કવોર્ડ રાખવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના વર્ગ 1 અને 2 ના અધિકારીઓની ખાસ તકેદારી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના કંટ્રોલ રુમનો નંબર જાહેર કરવામાં આવેલો છે. જે કરણસિંહજી સ્કૂલ ખાતે 26 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી રજાના દિવસો સિવાય સવારે 7 થી 1.30 અને બપોરે 1.30 થી રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે જેનો નંબર 76229 21173 રાખવામાં આવેલો છે.
