કેપ્ટન સ્મૃતિ મંધાના યુગનો પ્રારંભ, ભારત-ઝિમ્બાબ્વે T-20 શ્રેણી શરૂ

ભારતની મહિલા ક્રિકેટમાં શુક્રવારે સ્મૃતિ મંધાના ની કેપ્ટન્સીનો ઉદય થઈ રહ્યો છે અને એ સાથે હાલમાં તો ટી-20 ટીમ નવા અવતારમાં જોવા મળશે, કારણકે અહીં…

ભારતની મહિલા ક્રિકેટમાં શુક્રવારે સ્મૃતિ મંધાના ની કેપ્ટન્સીનો ઉદય થઈ રહ્યો છે અને એ સાથે હાલમાં તો ટી-20 ટીમ નવા અવતારમાં જોવા મળશે, કારણકે અહીં ઝિમ્બાબ્વે સામે શુક્રવારે ત્રણ મેચની ટી-20 સિરીઝ શરૂૂ થઈ રહી છે અને એમાં ખેલાડીઓ પહેલી વખત સત્તાવાર રીતે સ્મૃતિના સુકાનમાં રમશે. જોઝેફીન ઍન્કોમો ઝિમ્બાબ્વેની કેપ્ટન છે.

નવાઈની વાત એ છે કે મહિલા ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે પહેલી જ વખત દ્વિપક્ષી શ્રેણી રમશે. ભારતીય ટી-20 ટીમે તાજેતરમાં જ એશિયન ગેમ્સમાં વર્ચસ્વ સાબિત કર્યું હતું એટલે એશિયન ચેમ્પિયન બન્યા પછી ઝિમ્બાબ્વે સામે જીતની પરંપરા જાળવી રાખવા સ્મૃતિ ઍન્ડ કંપનીની કસોટી થશે. ટી-20 વર્લ્ડ કપમાં ભારતની વહેલી એક્ઝિટ થઈ એ જોતાં ભારતીય ટીમે ઝિમ્બાબ્વેની ટીમ સામે સાવચેતીથી રમવું પડશે.

પહેલી વખત સ્મૃતિની કેપ્ટન્સીમાં હરમનપ્રીત કૌર રમતી જોવા મળશે એ પણ એક નવાઈનો મુદ્દો છે. ગયા વર્ષે નવેમ્બરમાં અને આ વર્ષે હરમનપ્રીતના સુકાનમાં અને અમોલ મુઝુમદારના કોચિંગમાં ભારતે અનુક્રમે વન-ડેનો વર્લ્ડ કપ અને એશિયા કપ જીતી લીધો હતો. વાસ્તવમાં ભારતીય ટીમે બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ, ત્રણેયમાં સુધારો બતાવવાની જરૂૂર છે.

આવતા વર્ષે ઘરઆંગણે પહેલી જ વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી યોજાશે અને એમાં ચેમ્પિયનપદ મેળવવાનો પણ ભારત માટે મોટો પડકાર બની રહેશે. એ જોતાં, સ્મૃતિ મંધાનાની નવી કેપ્ટન્સીમાં ખેલાડીઓએ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બતાવવો પડશે.

ભારતીય ટીમ: સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા (વાઇસ-કેપ્ટન), હરમનપ્રીત કૌર, નિકી પ્રસાદ, અનુષ્કા શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, શ્રી ચરની, નંદની શર્મા, ક્રાંતિ ગૌડ, અરુંધતી રેડ્ડી, જિન્તીમની કલિતા અને મિનુ મની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *