‘રીલના ચક્કરમાં માર ખાઇ જશો’ વૈભવની પાપારાઝીઓને ચેતવણી

નવી દિલ્હીના એરપોર્ટ પરથી વૈભવ સૂર્યવંશી ટીમ ઇન્ડિયાના પોતાના સાથી ખેલાડીઓ સાથે બહાર નીકળી રહ્યો હતો. આ દરમિયાન ઘણા પાપારાઝી કેમેરા લઈને તેની પાછળ ચાલવા…

નવી દિલ્હીના એરપોર્ટ પરથી વૈભવ સૂર્યવંશી ટીમ ઇન્ડિયાના પોતાના સાથી ખેલાડીઓ સાથે બહાર નીકળી રહ્યો હતો. આ દરમિયાન ઘણા પાપારાઝી કેમેરા લઈને તેની પાછળ ચાલવા લાગ્યા હતા. તેમાંથી મોટાભાગના લોકો વૈભવની એકદમ આગળ ચાલી રહ્યા હતા. આ સ્થિતિ જોઈને વૈભવ સૂર્યવંશીએ અચાનક તેમને ચેતવણી આપતાં કહ્યું, “રીલના ચક્કરમાં માર ખાઈ જશો.” હકીકતમાં, વૈભવ તેમને ધમકી આપી રહ્યો નહોતો, પરંતુ સાવચેત રહેવાની સલાહ આપી રહ્યો હતો. તેનો કહેવાનો અર્થ એ હતો કે વીડિયો રેકોર્ડ કરવાના ચક્કરમાં તેઓ કોઈ ગાડી કે થાંભલા સાથે અથડાઈ ન જાય તેનું ધ્યાન રાખે.

વૈભવ સૂર્યવંશી હાલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમાઈ રહેલી પાંચ મેચની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમનો ભાગ છે. જોકે, શરૂૂઆતની ચાર મેચમાં તેને માત્ર બેન્ચ પર જ બેસવું પડ્યું છે. તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ઓપનિંગ બેટ્સમેન તરીકે અભિષેક શર્માની સાથે સંજુ સેમસનને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. શ્રેણીની પાંચમી અને છેલ્લી ટી-20 મેચ 17 ઓક્ટોબરે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. હાલમાં સિરીઝ 2-2 થી બરાબર છે. અંતિમ મેચમાં નક્કી થશે કે સિરીઝ કઈ ટીમ જીતશે. છેલ્લી મેચમાં ચાહકોને આશા રહેશે કે તેમને વૈભવને મેદાન પર રમતો જોવાની તક મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *