ભાઇ-ભાભીના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકને મોટાભાઇએ છરીના ઘા ઝીંકી દીધા

હુડકો ચોકડી પાસે શાંતિનગરની ઘટના: હુમલામાં ઘવાયેલો યુવાન સારવારમાં શહેરમાં હુડકો ચોકડી પાસે આવેલ શાંતિનગર મફતિયાપરામાં રહેતા ભાઈ ભાભી વચ્ચે ઝઘડો થતા છોડાવવા વચ્ચે પડેલા…

હુડકો ચોકડી પાસે શાંતિનગરની ઘટના: હુમલામાં ઘવાયેલો યુવાન સારવારમાં

શહેરમાં હુડકો ચોકડી પાસે આવેલ શાંતિનગર મફતિયાપરામાં રહેતા ભાઈ ભાભી વચ્ચે ઝઘડો થતા છોડાવવા વચ્ચે પડેલા યુવાન ઉપર મોટાભાઈએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ હુડકો ચોકડી પાસે આવેલા શાંતિનગર મફતિયાપરામાં રહેતા અનિલ પ્રભાતભાઇ સોલંકી નામનો 30 વર્ષનો યુવાન બપોરના બે વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે તેના મોટાભાઈ વિજય સોલંકીએ ઝઘડો કરી છરીના બે ઘા સાથળમાં ઝીંકી દીધા હતા. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર વિજય સોલંકી અને તેમની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો જેથી અનિલ સોલંકી ભાઈ ભાભીને છોડાવવા વચ્ચે પડ્યો હતો ત્યારે ઉશ્કેરાયેલા વિજય સોલંકી નાનાભાઈ અનિલ સોલંકીને છરીના ઘા ઝીંકી દીધા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *