ચિત્રકુટમાં આવેલ એશીયાની સૌથી મોટી હોસ્પિટલના ટ્રસ્ટી ડો. બી.કે. જૈનને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ સન્માનિત કરાયા કરાયા છે. અંધત્વ નિર્મૂળન ક્ષેત્રે 50 વર્ષોની અવિરત સેવા માટે તેમને આ સન્માન મળ્યું છે. ડો. બી.કે. જૈને જણાવ્યું હતું કે, આ સન્માન માનવ ધર્મના મહાન પ્રણેતા સદગુરૂૂદેવ શ્રી રણછોડદાસજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી મેળવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, પરમહંસ સંત રણછોડદાસજી મહારાજ દ્વારા ચિત્રકૂટના જાનકી કુંડમાં સ્થાપિત અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સદગુરુ નેત્ર ચિકિત્સાલયના નિર્દેશક અને ટ્રસ્ટી ડો. બી.કે. જૈન ને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
આ સન્માન તેમને અંધત્વ નિર્મૂળન અને નેત્ર ચિકિત્સા ક્ષેત્રે પાંચ દાયકાથી આપેલા અવિરત યોગદાન માટે અપાયું છે.આ ઉપરાંત ડો. બી. કે. જૈનને સને-1996 માં પદાંડા એવોર્ડથ, સને2003માં ગ્વાલીયર, મધ્યપ્રદેશમાં રાજય નેત્ર સોસાયટી દ્વારા પફીરદૌશી એવોર્ડથ, સને2004 માં મુંબઈ ખાતે આઈ ઈન્ડિયા દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ દ્વારા 2005માં સર્વશ્રેષ્ઠ કાર્ય બદલ એવોર્ડ, સામુદાયીક નેત્ર વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આર.કે. શેઠ મેમોરીયલ એવોર્ડ, સને2008માં પગ્લોરી ઓફ ઈન્ડિયા એવોર્ડથ, સને2011 માં પડો. દત્તા એવોર્ડથ, સને2013 માં અંધત્વ નિવારણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ એશીયા પેસેફીક એકેડમી ઓફ ઓપ્થોમોલોજી એવોર્ડ તથા ધરમશી નેણશી ઓમાન એવોર્ડ વિગેરે એવોર્ડસ થી સન્માન કરાયા છે.
ડો. જૈનની એક વિશેષ સિદ્ધિ એટલે કે પાંચ જિલ્લાપન્ના, સતના, બાંદા, હમીરપુર અને ફતેહપુરને સંપૂર્ણપણે મોતિયાબિંદ બેકલોગ મુક્ત બનાવ્યા. સઘન ઘર-ઘર નેત્ર પરીક્ષણ અભિયાન દ્વારા, આ જિલ્લાઓમાં દ્રષ્ટિપ્રદ તબીબી નિદાન કરવામાં આવ્યા, દર્દીઓની મોતિયાબિંદ શસ્ત્રક્રિયા કરી, તેમના માટે નવી રોશની લાવવામાં આવી. આમ, તેઓના દૃઢ પ્રયાસોથી આ તમામ જિલ્લાઓને નિર્ધારિત સમય મર્યાદામાં મોતિયાબિંદ મુક્ત બનાવવામાં આવ્યા. પદ્મશ્રી એવોર્ડ ડો. બી.કે. જૈનના અંધત્વ નિવારણ અને લાખો લોકોના જીવનમાં પ્રકાશ લાવવાના અટલ સમર્પણનો જીવંત પુરાવો છે.
ડો. જૈનએ આ માન-સન્માન માટે સંત શ્રી રણછોડદાસજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદને શ્રેય આપ્યો અને પોતાને માત્ર એક સાધનરૂૂપ ગણાવ્યા. તેમણે આ સિદ્ધિને સદગુરુ પરિવારમાં જોડાયેલા સમર્પિત કાર્યકર્તાઓ, સમર્થકો અને સહયોગીઓના અવિરત પ્રયત્નોનું પરિણામ ગણાવ્યું.
