તલાટી પાસેથી સત્તા છીનવાઈ, સુચિત નિયમો સામે 30 દિવસમાં વાંધા સૂચનો મગાવાયા
પ્રેમ લગ્નની નોંધણીના 10 દિવસમાં ક્ધયાના માતા-પિતાને જાણ કરવી ફરજિયાત
ગુજરાતમાં પ્રેમલગ્ન અને લવજેહાદ સામે વિરોધ ઉઠયા બાદ અંતે રાજ્ય સરકારે લગ્ન નોંધણીની પધ્ધતિમાં મોટાપાયે ફેરફારની તૈયારી શરૂ કરવામાં આવી છે.
લગ્ન નોંધણી માટે સુચિત નવી નોંધણીની પધ્ધતિમાં તલાટી મંત્રી પાસેથી સત્તા છીનવી લેવામાં આવી છે અને લગ્ન નોંધણી સબ રજિસ્ટ્રાર કચેરીમાં જ થઈ શકશે. નવા સુધારા મુજબ તલાટી ફકત અરજી સ્વિકારી ડોકયુમેન્ટની ચકાસણી કરી નોંધણી માટે ઉપલા અધિકારીને મોકલી આપશે.

ગુજરાત વિધાનસભામાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક અત્યંત સંવેદનશીલ અને સામાજિક મહત્ત્વ ધરાવતા નિર્ણયની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર ’ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-2006’ના નિયમોમાં ધરખમ સુધારા કરવા જઈ રહી છે. આ સુધારા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી રોકવાનો અને લગ્ન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે.
સરકારે આ નિયમોમાં સુધારો કરવા માટે આગામી 30 દિવસ સુધી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. નાગરિકો આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઇટ પર પોતાના મંતવ્યો મોકલી શકશે, જેના આધારે નવા નિયમોને અંતિમ ઓપ આપવામાં આવશે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, લગ્ન નોંધણી અધિનિયમ 2006 મુજબ અરજી વખતે વરવધૂના દસ્તાવેજો લેવામાં આવતા હતા. દસ્તાવેજો અપૂરતા હતા. વરવધૂની હાજરી વિના લગ્ન નોંધાઈ જતા હતા. ચકાસણી મર્યાદિત હતી અને તલાટી પાસે સત્તા હતી. હવે નવી પદ્ધતિમાં દસ્તાવેજોની ચકાસણી વધારી છે. વરવધૂની હાજરી અનિવાર્ય બનાવી છે, જેથી બોગસ લગ્ન નોંધણી અટકાવી શકાય. રજિસ્ટ્રેશન પ્રક્રિયાની મંજૂરીની સત્તાઓ તલાટીના ઉપરી અધિકારીને તાલુકા કક્ષાએ આપ્યા છે. ગ્રામ્ય કક્ષાએ રહેતા અરજદારે તાલુકા કક્ષાએ જવાની જરૂૂર નહીં પડે. નિયમો કડક કર્યા પણ લોકો હેરાન ન થવા જોઈએ.
જે લોકો માતા-પિતાની મંજૂરીથી લગ્ન કરતા હોય એવા લોકોને ધક્કા ખાવા ન પડે અને પ્રેમ લગ્નમાં પણ જે પોતાની ખોટી ઓળખ બતાવતા નથી એવા લોકોને પણ ધક્કા ખાવા ન પડે એવી સિસ્ટમ બનાવી છે. નવી પદ્ધતિમાં નોટરી કરનારે તમામ લોકોની હાજરીમાં નોટરી કરવી પડશે. જો હાજરી વિના સિક્કો મારશે તો કડક પગલાં લેવાશે. તલાટી પરમિશન આપતા હતા તેના બદલે તલાટી અરજી સ્વીકારશે અને તમામ બાબતો ચેક કરશે. ત્યાર બાદ તમામ ફાઇલ ઉપરી અધિકારીને મોકલશે. આ ઉપરી અધિકારી દ્વારા લગ્ન રજિસ્ટ્રેશન કરવામાં આવશે. માતા-પિતાના આધાર કાર્ડ અને ફોન નંબર પણ લેવામાં આવે છે. લગ્ન નોંધણીની અરજી આપશે એ જ દિવસે લગ્ન નોંધણી કરનાર દીકરીના માતા-પિતાને સંપૂર્ણ ડિટેઇલ મોકલી દેવાશે.
રાજ્ય સરકાર આગામી દિવસોમાં પ્રેમ લગ્નોની નોંધણી માટે અલગ ઓનલાઇન પોર્ટલ શરૂૂ કરવાની પણ તૈયારીમાં છે, જેથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને ટ્રેક કરી શકાય તેવી બને. જેમાં જેવી રજિસ્ટ્રેશન માટે અરજી આપવામાં આવશે એ જ મિનિટે વોટ્સએપ દ્વારા માતા-પિતાને તેમની દીકરીએ લગ્ન નોંધણી માટે જે વિગત આપી છે તે ડિટેઇલ અપાશે.
આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું કે રાજ્ય સરકાર પ્રેમ લગ્નોની વિરોધી નથી, પરંતુ યુવતીઓની સુરક્ષા, પારદર્શિતા અને કાનૂની પ્રક્રિયા મજબૂત બનાવવા માટે લગ્ન નોંધણીના નિયમોમાં સુધારા જરૂૂરી બન્યા છે. સુધારાના પ્રસ્તાવ મુજબ હવે પ્રેમ લગ્નની નોંધણી વખતે જરૂૂરી દસ્તાવેજોની કડક ચકાસણી કરવામાં આવશે. છોકરીના માતા-પિતાને લગ્ન અંગે 10 દિવસની અંદર સત્તાવાર માહિતી આપવી ફરજિયાત રહેશે. સાથે જ માતા-પિતાના આધાર કાર્ડ અને સાચા સરનામાની વિગતો પણ નોંધણી પ્રક્રિયામાં સામેલ કરાશે.
નવા નિયમો હેઠળ ક્ધયા અને વરરાજા સાથે રહેલા સાક્ષીઓની સંપૂર્ણ માહિતી, તેમના ફોટોગ્રાફ અને આધાર કાર્ડની નકલ આપવી ફરજિયાત બનાવવામાં આવી છે. કોર્ટમાં સરકાર આધારિત નોંધણી કરાવવી અનિવાર્ય રહેશે.
વર-વધૂ માટેના પુરાવા
વર-વધૂ અને સાક્ષીઓના આધાર કાર્ડ
વર-વધૂએ જન્મનું પ્રમાણપત્ર કે શાળા છોડયાનું પ્રમાણપત્ર
લગ્નની કંકોત્રી કે આમંત્રણ પત્રિકા
વર-વધૂના અલગ અલગ રીતે બે પાસપોર્ટ સાઈઝના ફોટો
વર-વધૂનો લગ્ન વિધિ દર્શાવતો લગ્ન સમયનો ફોટોગ્રાફ
સાક્ષીઓના તાજેતરના બે પાસપોર્ટ સાઈઝના ફોટા
અરજી સાથે વર-વધુએ તેમના માતા-પિતાને આ લગ્ન બાબતે જાણ કરેલ છે કે કેમ તે અંગેનું ડિકલેરેશન.
વર-વધૂએ માતા-પિતાના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે
માતા/પિતાનું આધાર કાર્ડ
પિતાનું પુરૂં નામ
પિતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પુરી વિગતો સાથે
પિતાનો મોબાઈલ નંબર
માતાનું પુરૂં નામ
માતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પુરી વિગતો સાથે
માતાના મોબાઈલ નંબર
