રાજકોટ-ભાવનગર હાઇવે પર મહિકાથી ઠેબચડા ગામ વચ્ચે જેટકો પાવર હાઉસની બાજુમાંથી અજાણ્યા આશરે 35 થી 38 વર્ષના પુરૂૂષનો ફુલાઇ ગયેલો મૃતદેહ મળી આવતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી છે.
રોડ સાઇડમાં એક પુરૂૂષનો ફુલાઇ ગયેલો દુર્ગંધ ફેલાવતો મૃતદેહ પડયો હોવાની જાણ કરતાં 108ના ઇએમટી વિશાલભાઇ સોલંકી મારફત થતાં હેડકોન્સ. જયપાલભાઇ દવેએ જાણ કરતાં આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી. કે. ધાંધલા સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડયો છે. મૃતકની ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી. મૃતકના કોઇ વાલીવારસ કે પરીચીત હોય તો આજીડેમ પોલીસનો 74338 14808 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ બહાર આવશે.
મહિકા ગામ નજીક અજાણ્યા પુરૂષની કોહવાયેલી લાશ મળી, વાલીની શોધખોળ
રાજકોટ-ભાવનગર હાઇવે પર મહિકાથી ઠેબચડા ગામ વચ્ચે જેટકો પાવર હાઉસની બાજુમાંથી અજાણ્યા આશરે 35 થી 38 વર્ષના પુરૂૂષનો ફુલાઇ ગયેલો મૃતદેહ મળી આવતાં આજીડેમ પોલીસે…
