સારવાર દરમિયાન ભાનમાં આવ્યો ત્યારે 10 દિવસ પહેલાં કોઇએ મારમાર્યાનું રટણ કરતો’તો: પીએમ બાદ મોતનું કારણ બહાર આવશે
શહેરના ભાવનગર રોડ પર કુબલીયાપરામાંથી 24 દિવસ પૂર્વે બેભાન હાલતમાં મળેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ સારવાર દરમિયાન યુવાન ભાનમાં આવ્યો ત્યારે 10 દિવસ પહેલા કોઇએ માર માર્યાનું રટણ કરતો હતો જેથી પોલીસે મોતનું કારણ જાણવા પીએમ કરાવી તપાસ હાથ ધરી છે.જાણવા મળતી વિગત મુજબ કુબલીયાપરામાં મચ્છી ચોક પાસે ગતાતા.20/10ના રોજ એક યુવાન અર્ધભેબાન હાલતમાં પડેલો હોય જેને સેવાભાવી દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યારે તેઓ પોતનુ નામ ક્રિષ્ના છત્રી (ઉ.વ.25) હોવાનું જણાવ્યુ હતુ. બાદમાં સારવાર દરમિયાન બીજા દિવસે ભાનમાં આવતા તેને 10 દિવસ પહેલા કોઇએ ઢીકાપાટુનો માર માયા રટણ કરતા થોરાળા પોલીસને જાણ કરાઇ હતી.
આ યુવાનના પિતા માનસિંગભાઇ પહેલવાનભાઇ બૂઢા જેઓ જામનગર રહેતા હોય તેમને જાણ થતા તેઓ દોડી આવ્ય હતા અને પુત્રની ખબર પૂછી હતી તેના પિતાએ જણાવ્યુ કે ક્રિષ્ના વર્ષો પહેલા તેમની સાથે જામનગર રહેતો હતો તેના લગ્ન થયેલા છે અને સંતાનમાં એક પુત્ર પણ છે. બાદમાં દારૂના રવાડે ચડી જતા પાચકે વર્ષથી ઘર છોડી નીકળી ગયો હતો અને રાજકોટમાં રખડતુ ભટકતુ જીવન જીવતો હતો સારવાર દરમિયાન ક્રિષ્નાનું આજે મોત નીપજતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પીએમ કરાવાયુ હતુ મોતનું સાચુ કારણ પીએમ રીપોર્ટ બાદ બહાર આવશે.