ગોંડલમાં વિપ્ર યુવાન પર થયેલાં ઘાતક હુમલાનાં ઘેરા પ્રત્યાઘાત

ગોંડલ માં ધુળેટી પર્વની રાતે વિપ્ર ગૌરવભાઇ જોશી ઉપર ચાર શખ્સોએ લોખંડનાં પાઇપ તથાં ધોકા વડે કરેલાં ઘાતક હુમલાનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમસ્ત બ્રહ્મસમાજનાં…

ગોંડલ માં ધુળેટી પર્વની રાતે વિપ્ર ગૌરવભાઇ જોશી ઉપર ચાર શખ્સોએ લોખંડનાં પાઇપ તથાં ધોકા વડે કરેલાં ઘાતક હુમલાનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમસ્ત બ્રહ્મસમાજનાં ચેરમેન ગીરીશભાઈ રાવલ,પ્રમુખ જીતુભાઇ આચાર્ય, ઉપપ્રમુખ રાજુભાઇ મહેતા, મહામંત્રી યોગેન્દ્રભાઇ જોશી, પારસભાઇ જોશી, દિલીપભાઈ વ્યાસ, જીતુભાઇ પંડ્યા સહિત આગેવાનોએ વિપ્ર પરનાં હુમલાને વખોડી કાઢી ઘટનાની નીંદા કરી હતી.ઘટના અંગે રોષ ઠાલવ્યો હતો.રાજકોટ હોસ્પિટલે દોડી જઇ સાંત્વના પાઠવી હતી.

ધારાસભ્યનાં પ્રતિનિધિ અને યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા, યાર્ડનાં વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા એ પણ વિપ્ર યુવાનનાં હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હુમલાનો ભોગ બનનાર ગૌરવભાઇ જોશીને હોસ્પિટલ પર દોડી જઇ સાંત્વના આપી હતી. ગણેશભાઈ જાડેજાએ ગૌરવભાઇ તથા તેમનાં પરીવારને દિલાસો આપી ન્યાય અપાવવા તથા તમામ મદદની ખાત્રી આપી આવાં વિકટ સમયે બ્રહ્મ પરીવારની સાથે હોવાની ધરપત આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *