એક સમયના કોરોના વોરિયર્સ પ0 હોમગાર્ડ જવાનોના બેહાલ

સરકારની નીતિઓના કારણે સતત અન્યાય, વ્યાજબી પ્રશ્ર્નો અંગે પણ આંખ આડા કાન આર.ટી.આઇ એક્ટિવિસ્ટ, પૂર્વ હોમગાર્ડ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા ની યાદી મુજબ છઠ્ઠી ડિસેમ્બર રાજ્યમાં…

સરકારની નીતિઓના કારણે સતત અન્યાય, વ્યાજબી પ્રશ્ર્નો અંગે પણ આંખ આડા કાન

આર.ટી.આઇ એક્ટિવિસ્ટ, પૂર્વ હોમગાર્ડ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા ની યાદી મુજબ છઠ્ઠી ડિસેમ્બર રાજ્યમાં હોમગાર્ડ ડે છે. વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના પચાસ હજાર હોમગાર્ડ જવાનો દયાજનક સ્થિતિમાં જીવી રહ્યા છે. આજે હોમગાર્ડ સ્થાપના દિવસે બળતા જીવે હોમગાર્ડ ડે મનાવી રહ્યા છે. કોવિડ 19 માં પ્રથમ હરોળમાં સેવા બજાવનારા કોરોના વોરિયર્સ અતિ જોખમી ફરજ બજાવતા ગુજરાત રાજ્યના 50 હજાર હોમગાર્ડ જવાનો બેહાલ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓના પગલે આજે હોમગાર્ડ જવાન અન્યાયનો ભોગ બની રહ્યા છે. શિસ્ત અને સેવાના નામે ગુજરાત રાજ્ય હોમગાર્ડ દળના વ્યાજબી અને અણઉકેલ પ્રશ્નો ભોં માં ભંડારી દેવાયા છે
આજે હોમગાર્ડ દિન છે પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર ની ગુજરાત રાજ્ય હોમગાર્ડ જવાનો પ્રત્યેની બેદરકારી અને લાપરવાહીને પગલે રાજ્યના 50,000 હોમગાર્ડ જવાનો દીન એટલે કે ગરીબ છે. રાજ્યમાં ગૃહ રક્ષક દળ (હોમગાર્ડ) ની આપના છઠ્ઠી ડિસેમ્બર 1947 ના રોજ કરવામાં આવી તત્કાલીન સમયે હોમગાર્ડ દળના માત્ર 1850 જવાનો હતા. આજે રાજ્યમાં હજારો હોમગાર્ડદળના જવાનો રક્તદાન, વૃક્ષારોપણ, પ્રોઢ શિક્ષણ જેવી સમાજોપયોગિ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

આગ, લૂંટ, કાયદાની જાળવણી અતિવૃષ્ટિ કે મોટી હોનારતના પ્રસંગોએ દળના જવાનો પોતાની જાતની પરવા કર્યા વગર ફરજો બજાવે છે.કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ ની માનદ પોષ્ટ હતી. આજે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસના ઉચ્ચ હોદ્દા સાથે કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડઝ માટે પોલીસ વિભાગના અધિકારી દ્વારા પ્રાપ્ત થાય છે. રાજકોટ જિલ્લામાં 12 વર્ષથી વધુ સમયથી ઇન્ચાર્જ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ નો ચાર્જ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક (ઉઢજઙ) રાજકોટ રૂૂરલ પાસે રહેલ હતો. તાજેતરમાં જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં શહેર જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝની છ વર્ષથી નિમણૂક ટલ્લે ચડી છે. બે થી ત્રણ વખત ઉમેદવારોની અરજીઓ મંગાવ્યા બાદ ગ્રુહ ખાતામાં આ અરજીઓ ધૂળ ખાય છે.


ગ્રુહ ખાતામાં જ કામ કરનાર પોલીસ અને હોમગાર્ડ વચ્ચે રાજ્ય સરકાર ભેદભાવ રાખે છે. પોલીસોને 58 વર્ષે નિવૃત્ત કરી દેવામાં આવે છે. જ્યારે હોમગાર્ડદળના જવાનોને 55 વર્ષે ફરજિયાત સેવા નિવૃત્ત કરી દેવામાં આવે છે.
રાજ્યભરમાં તાલીમ વગરના ટ્રાફિક વોર્ડન અને પોલીસ મિત્ર જેવા ગતકડા ઊભા કરી અને પેરા મીલેટરી ફોર્સ ગણાતા હોમગાર્ડ જવાનોને હાસ્યામાં ધકેલી દેવાયા છે રાજ્યમાં મામકાતાવાદ, લાગવગશાહી, બેફામ ભ્રષ્ટાચાર આચરીને લોકરક્ષક દળ અને પીએસઆઇ ની ભરતી કરવામાં આવે છે રાજ્યના 50000 તાલીમ બધ્ધ હોમગાર્ડ દળના સંપૂર્ણ લાયકાત ધરાવતા જવાનો માટે લોકરક્ષક દળ, પીએસઆઇ, સ્ટેટ રિઝર્વ પોલીસમાં અગ્રતા આપવી જોઈએ. હોમગાર્ડ માટે પોલીસદળમાં અનામત બેઠકો રાખવાની માંગ વર્ષોથી પેન્ડિંગ છે.

32 વર્ષ પહેલા તાલિમ ભવન માટે જમીન ફાળવાઇ, ઇંટ પણ નથી મુકાઇ

સૌરાષ્ટ્ર કચ્છના હોમગાર્ડ દળના જવાનો ની વ્યથા રજૂ કરતા પૂર્વ હોમગાર્ડ ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે તાલીમ સેન્ટર માટે 3ર વર્ષ પહેલા હોમગાર્ડ દળના જવાનોને સાપર વેરાવળ (તાલુકો કોટડા સાંગાણી) 28800 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી. કમનસીબે આ જમીન પરત લેવા માટે તત્કાલીન જિલ્લા કલેકટરે તારીખ 25/07/2011 ના આદેશ કર્યો હતો જેના કારણે 6437 ચોરસ મીટર જમીન ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશનને ફાળવી દેવામાં આવી. બાકી રહેતી જમીનમાં બે વર્ષમાં બાંધકામ કરવાનો આદેશ કરવાનો ઉલાળીયો કરવામાં આવતા હોમગાર્ડના સૌરાષ્ટ્ર કચ્છના જવાનોને વડોદરા જિલ્લાના જરોદ (તાલુકો વાઘોડિયા), મહેસાણા જિલ્લાના સુંઢિયા (તાલુકો વિસનગર), અમદાવાદ જિલ્લાના માધવનગર (તાલુકો સાણંદ) તાલીમ માટે છેક 400 કિ.મી. દૂર જવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *