ખોડલધામ સંડેરના શિલાપૂજનનું આમંત્રણ આપવા મા ખોડલના રથનું ગામડે-ગામડે પ્રરિભ્રમણ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ ગુજરાતના વિવિધ ઝોનમાં શ્રી ખોડલઘામ સંકુલનું નિર્માણ કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે શ્રી…

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ ગુજરાતના વિવિધ ઝોનમાં શ્રી ખોડલઘામ સંકુલનું નિર્માણ કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે શ્રી ખોડલધામ સંકુલ ઉત્તર ગુજરાતનું પાટણ જિલ્લાના સંડેર ગામ પાસે નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. આગામી તારીખ 21 જાન્યુઆરી 2025ના રોજ શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાત સંકુલનો સંડેર ખાતે 1008 શિલાપૂજન સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ શિલાપૂજન સમારોહનું રૂૂબરૂૂ આમંત્રણ આપવા માટે મા ખોડલ રથમાં બિરાજમાન થઈને ગામડે ગામડે પરિભ્રમણ કરશે. આ રથ પરિભ્રમણની શરૂૂઆત તારીખ 15 ડિસેમ્બર ને રવિવારના રોજ બાયડ તાલુકાના ભુડાસણ ગામથી થઈ હતી.


અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ભુડાસણ ગામે 15 ડિસેમ્બરના રોજ મા ખોડલના રથનું આગમન થયું હતું. જ્યાં ગ્રામજનોએ વાજતે-ગાજતે મા ખોડલના રથને વધાવ્યો હતો. પાંચ કુવારિકાઓ દ્વારા રથના સામૈયા કરવામાં આવ્યા હતા. સાથે જ ગ્રામજનો દ્વારા આપવામા આવેલી શિલાનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મા ખોડલની આરતી કરીને સૌ રાસ-ગરબે રમ્યા હતા. ભુડાસણ ગામેથી રથનું પ્રસ્થાન થયું હતું ત્યારબાદ રથ ઉંટરડા, લીંબ, નવી વાસણી, જુની વાસણી, ચાંદરેજ, આંબલીયારા ગામમાં ફર્યો હતો.

તમામ ગામમાં લોકોએ રથને આસ્થાભેર આવકાર્યો હતો. તમામ ગામમાંથી એક-એક શિલા લેવામાં આવી હતી. આ શિલા મંદિર નિર્માણમાં ઉપયોગ કરવામાં આવશે. રથ પરિભ્રમણની સાથે સાથે તમામ ગામના લોકોને આમંત્રણ પત્રિકા આપીને 21 જાન્યુઆરીના રોજ યોજાનાર શિલાપૂજન સમારોહમાં પધારવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.


મહત્વનું છે કે, શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાતના શિલાપૂજન સમારોહનું રૂૂબરૂૂ આમંત્રણ આપવા માટે મા ખોડલનો રથ 15 ડિસેમ્બરથી પ્રસ્થાન થઈને 19 જાન્યુઆરી સુધી અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ જિલ્લાના વિવિધ ગામડાઓમાં પરિભ્રમણ કરશે. 19 જાન્યુઆરીના રોજ પાટણ જિલ્લાના સંડેર ખાતે શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાત સંકુલ ખાતે રથ પરિભ્રમણનું સમાપન થશે અને ત્યાં મહાઆતી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *