KYCનું કમઠાણ: મનપાના આધારકાર્ડ કેન્દ્રમાં અફરાતફરી

રેશનકાર્ડ કેવાયસી માટે મનપાને કામગીરી સોંપાયા બાદ નવા આધારકાર્ડ કાઢવાની કામગીરીમાં વિલંબથી અરજદારોમાં દેકારો મહાનગરપાલિકાના અમુક વિભાગની કામગીરી 365 દિવસ ચાલુ હોવા છતાં અરજાદરોની કાયમી…

રેશનકાર્ડ કેવાયસી માટે મનપાને કામગીરી સોંપાયા બાદ નવા આધારકાર્ડ કાઢવાની કામગીરીમાં વિલંબથી અરજદારોમાં દેકારો


મહાનગરપાલિકાના અમુક વિભાગની કામગીરી 365 દિવસ ચાલુ હોવા છતાં અરજાદરોની કાયમી લાઈનો લાગતી હોય છે. તેવામાં સરકાર દ્વારા વધારાની કામગીરી સોંપવામાં આવે ત્યારે અધિકારીઓ અને અરજદારોમાં દેકારો બોલી જતો હોય છે. તાજેતરમાં ઈકેવાયસીની કામગીરી મનપાના આધારકાર્ડ કેન્દ્રને સોંપવામાં આવતા રૂટીન કામગીરી ઉપરાંત વધારાની કામગીરી કરતા આધારકાર્ડ કેન્દ્રો હાંફી ગયા હોય તેમ આજે મનપાની કચેરીમાં આવેલ આધારકાર્ડ કેન્દ્ર ખાતે સવારથી કેવાયસી તેમજ નવા આધારકાર્ડ માટે અરજદારોએ લાઈન લગાવતા અફરાતફરીના દ્રશ્યો જોવા મળ્યા હતાં. જ્યારે નવા આધારકાર્ડ માટે આવતા અરજદારોમાં પણ દેકારો બોલી ગયો હતો.
સરકાર દ્વારા રેશનકાર્ડના ઈકેવાયસી માટે આધારકાર્ડના લીંકઅપની જવાબદારી મહાનગરપાલિકાના આધારકાર્ડ કેન્દ્રને સોંપવામાં આવી છે. એક તરફ લોકો પરેશાન ન થાય તે માટે મહાનગરપાલિકાએ આ કામગીરી શરૂ કરી હોવાનું જણાવ્યું હતું.


કારણ કે,, અરજદારે આધારકાર્ડમાં અપડેટ કરાવ્યા બાદ મામલતદાર કચેરી તેમ બે સ્થળે લાઈનમાં ઉભુ રહેવું પડતું હતું. આથી મનપાએ આ કામગીરી સરળ બનાવવા માટે આધારકાર્ડ કેવાયસીનું અપડેટ કરવાનો પ્રારંભ કર્યો હતો. શરૂઆતમાં લોકોને ખબર ન હોવાથી આધારકાર્ડ કેન્દ્રમાં કામગીરી સરળતાથી થઈ રહી હતી. પરંતુ શનિ-રવિની રજા બાદ સોમવારે રૂટીન કામગીરી માટે પણ અરજદારોની ભારે ભીડ હોય છે. ત્યારે કેવાયસીની કામગીરી માટે અલગથી આવતા અરજદારોનો ઉમેરો થતાં આજે સવારથી આધારકાર્ડ કેન્દ્ર ખાતે લોકોએ લાઈનો લગાવી હતી.
બપોરે 12 વાગ્યા સુધીમાં કેન્દ્રથી લઈને મહાનગરપાલિકા કચેરીના ગેઈટનીબહાર નિકળેલી લાઈનો પણ જોવા મળી હતી. જેના લીધે અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.


એક તબક્કે અમુક અરજદારોએ જણાવેલ કે, પોતાના કામમાં પહોંચી શકતા નથી અને વધારાની કામગીરી માથે લઈને તંત્રએ મોટી સમસ્યા ઉભી કરી છે. પરંતુ સરકારની સુચના મુજબ મહાનગરપાલિકાએ કામગીરી શરૂ કરવાની ફરજ પડી છે. જેના લીધે અધિકારીઓ પણ કંઈ બોલી શકતા નથી.


આધારકાર્ડ કેન્દ્ર ખાતે આજે ઈકેવાયસીની કામગીરી તદઉપરાંત નવા આધારકાર્ડ તેમજ આધારકાર્ડમાં સુધારા-વધારા સહિતના કામો માટે અરજદારોએ લાઈનો લગાવી હતી. જેમાં ઈકેવાયસી ઉપરાંત નવા આધારકાર્ડ માટે બાળકનું જન્મનું સર્ટી પુરા નામ માટે આપવાનું થતું હોય આ મુદ્દે પણ અનેક અરજદારોએ આધારકાર્ડ કેન્દ્ર ખાતે માથાકુટ કરી હોવાનું જાણવા મળેલ છે.
છતાં અધિકારીઓની સમજાવટ બાદ જૂના દાખલા માંથી પુરા નામ વાળો દાખલો કઢાવવા માટે અરજદારો તૈયાર થયા હતાં. આજે સેન્ટ્રલઝોન કચેરી ખાતે અરજદારોમાં અફરાતફરી જોવા મળી હતી. જ્યારે ઈસ્ટઝોન અને વેસ્ટઝોન કચેરી ખાતે પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી હોવાનું જાણવા મળ્યું છે. થોડા સમય પહેલા આધારકાર્ડ કેન્દ્રમાં ફરજ બજાવતા તમામ જૂના કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં.

અગાઉ આધારકાર્ડની કામગીરીમાં એરરરના બનાવ વધતા દોષનો ટોપલો કર્મચારી ઉપર ઢોળી તેઓને સસ્પેન્ડ કરવામાં આવેલ તે સમયે પણ અરજદારોમાં દેકારો બોલી ગયેલ અને આનન-ફાનન તંત્ર દ્વારા નવા ઓપરેટરોની સાથે જૂના ઓપરેટરોને પણ બેસાડી કામગીરી સરૂ કરાવી હ તી. જે રાબેતા મુજબ થતાં જ સરકારે ઈકેવાયસીની કામગીરી આધારકાર્ડ કેન્દ્રને સોંપી છે. જેના લીધે ફરી વખત વર્કલોડની સામે કીટ અને સ્ટાફ ઓછો પડતા આ સમસ્યા સર્જાઈ હોવાનું આધારકાર્ડ વિભાગના સુત્રોમાંથી જાણવા મળેલ છે.


સરકાર દ્વારા આધાકર્ડા કેન્દ્રની કામગીરી મહાનગરપાલિકાની ત્રણેય ઝોન કચેરી ખાતે શરૂ કરાઈ છે. જેની સાથો સાથ પોસ્ટઓફિસો તેમજ અમુક ેબંન્કોને પણ આધારકાર્ડ માટેની ઓથોરીટી આપવામાં અવાી છે. પરંતુ આ બાબતે લોકો અજાણ હોવાથી આધારકાર્ડની કાર્યવાહી ફક્ત મહાનગરપાલિકાની કચેરી ખાતે જ થાય છે. તેવું જાણતા હોય ત્રણેય ઝોનલ કચેરીખાતે વર્ષ દરમિયાન અરજદારોની ભારે ભીડ રહેતી હોય છે. જેમાં કર્મચારીઓને સસ્પેન્ડ કરવા તેમજ સર્વર ડાઉન સહિતની સમસ્યાઓ આવતી હોય આધારકાર્ડ કેન્દ્રમાં કાયમી અરજાદરો મગજમારી કરતા હોવાનું પણ જોવા મળી રહ્યું છે.

જન્મ-મરણ વિભાગમાં કામનું ભારણ
મનપાના આધારકાર્ડ કેન્દ્ર ખાતે આજે અરજદારોએ સવારથી લાઈનો લગાડતા અફરા તફડીના દ્રશ્યો જોવા મળ્યા હતાં. મનપાની સેન્ટ્રલઝોન કચેરી ખાતે આવેલ આધારકાર્ડ કેન્દ્રની સામે આવેલ જન્મ-મરણ વિભાગની કચેરી આવેલ છે. ત્યાં પણ આજે અરજદારોની લાઈનો જોવા મળેલ છે. જે અંગે તપાસ કરતા માલુમ પડેલ કે, નવા આધારકાર્ડ માટે હવે આધાર ઓથોરીટીએ બાળકના પુરા નામનો જન્મનો દાખલો માન્ય રાખવાનો નિયમ અમલમાં મુકતા અગાઉ નિકળેલા અધૂરા જન્મના દાખલાને અપડેટ કરાવવા માટે પણ આધારકાર્ડ કેન્દ્ર ખાતે આવેલા અરજદારોએ ના છુટકે જન્મ-મરણ વિભાગમાં પુરા નામના દાખલા કાઢવા લાઈનો લગાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા આધારકાર્ડ માટે બાળકનો જન્મનો પુરો દાખલો કાઢી આપવાનો નિયમ સરકારે અમલમાં મુકેલ જેની જાણકારી જન્મ-મરણ વિભાગને આપવામાં આવી ન હતીં. તેવી જ રીતે જૂના દાખલા માટે પણ સરકારે સમય આપેલ ન હોય તે સમયે ભારે અંધાધુંધી સર્જાઈ હતી. જન્મના અધૂરા દાખલા આધારકાર્ડમાં અપલોડ કરવાના કારણે અસંખ્ય એરર આવતા અનેક આધારકાર્ડ રદ થયા હતાં. જેની નોંધ આધાર ઓથોરીટીએ લઈ આધારકાર્ડ કેન્દ્રના ઓપરેટરોને કસુરવાર ઠેરવી તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. જેના લીધે પણ આધારકાર્ડ કેન્દ્રની કામગીરી ખોરવાઈ હતી. આમ સરકારના આધારકાર્ડ કેન્દ્રના નવા પરિપત્ર સામે જન્મ-મરણ વિભાગને આ નિયમને લગતો પરિપત્ર સમયસર ન અપાતા આજે બાળકના પુરા નામના દાખલા માટે અરજદારોએ જન્મ-મરણ વિભાગમાં પણ લાઈનો લગાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *