મોરબીમાં મળેલ આધેડના મોતનું કારણ બહાર આવ્યું

મોરબી રેલવે કિમી નંબર 28/4-5 વચ્ચે એક અજાણ્યા અંદાજિત 45 વર્ષીય આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ અજાણ્યા પુરુષ…

મોરબી રેલવે કિમી નંબર 28/4-5 વચ્ચે એક અજાણ્યા અંદાજિત 45 વર્ષીય આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ અજાણ્યા પુરુષ કોઈ ટ્રેનની અડફેટે આવી જતાં ગંભીર ઇજાઓ થવાને કારણે તેમનું મોત નીપજ્યું છે.

મૃતક આધેડે શરીર પર કાળા કલરનો જીન્સનો આખી બાયનો શર્ટ અને ભૂખરા કલરનું પેન્ટ પહેરેલું છે. તેમજ તેમના હાથ ઉપર અંગ્રેજીમાં દિલની નિશાનીની અંદર ’છઇ’ અક્ષરો ત્રોફાવેલા છે. હાલ આ મામલે મોરબી રેલવે અજઈં અશ્વિનભાઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે. જો કોઈને આ વ્યક્તિ વિશે માહિતી મળે, તો મોબાઈલ નંબર 99098 14740 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *