બ્રેડમેને 77 વર્ષ પહેલાં ભારતીય ઑલરાઉન્ડરને આપેલી કેપની થશે હરાજી

ઑસ્ટ્રેલિયાના ગ્રેઅટેસ્ટ ક્રિકેટર સર ડોનાલ્ડ બ્રેડમેનની દરેક બેગી ગ્રીન કેપ અમૂલ્ય કહેવાય અને એમાંની એક કેપ ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર શ્રીરંગા વાસુદેવ સોહોનીના પરિવાર પાસે છે…

ઑસ્ટ્રેલિયાના ગ્રેઅટેસ્ટ ક્રિકેટર સર ડોનાલ્ડ બ્રેડમેનની દરેક બેગી ગ્રીન કેપ અમૂલ્ય કહેવાય અને એમાંની એક કેપ ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર શ્રીરંગા વાસુદેવ સોહોનીના પરિવાર પાસે છે અને પરિવારજનો આ કેપ આવતા મહિને હરાજીમાં મૂકશે.

બ્રેડમેને 1947-’48માં ભારત સામેની ટેસ્ટ સિરીઝ દરમ્યાન આ કેપ સોહોનીને ભેટ આપી હતી. સ્વતંત્ર ભારતનો એ સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્રવાસ હતો. સામાન્ય રીતે બ્રેડમેન તરફથી અપાયેલી ચીજોની સમયાંતરે હરાજી થતી હોય છે અથવા એની માલિકી બદલાતી હોય છે, પરંતુ સોહોનીને બ્રેડમેને આપેલી આ કેપની માલિકી ક્યારેય નથી બદલાઈ. 75 કરતાં વધુ વર્ષથી (77 વર્ષથી) આ કેપ સોહોની પરિવાર પાસે જ છે. સોહોની ભારત વતી ચાર ટેસ્ટ રમ્યા હતા. તેમનું 1993માં 75 વર્ષની ઉંમરે નિધન થયું હતું. બ્રેડમેન નું 2001માં 92 વર્ષની વયે દેહાંત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *