ગીલ, બુમરાહ અને કે. એલ રાહુલનો ટીમમાં સમાવેશ જયારે જાડેજા 12મો ખેલાડી
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2025માં ટેસ્ટના બેસ્ટ ખેલાડીઓની પ્લેઇંગ 11 પસંદ કરી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, પોતાની ટીમમાં તેણે પેટ કમિન્સ અને સ્ટીવ સ્મિથ જેવા ખેલાડીઓને જગ્યા આપી નથી. જ્યારે આ બંને ખેલાડી ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના બે મજબૂત સ્તંભ છે. પેટ કમિન્સ તો કેપ્ટન પણ છે. જ્યારે સ્ટીવ સ્મિથ ટીમનો સૌથી મોટો બેટ્સમેન છે. જેણે વર્ષ 2025માં જ્યારે જરૂૂર પડી ત્યારે ટીમનું સુકાન પોતાના હાથમાં લીધું છે. પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની 2025 માટેની ટેસ્ટ પ્લેઇંગ 11માંથી બંને ધુરંધર બહાર છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વર્ષ 2025ની ટેસ્ટની બેસ્ટ પ્લેઇંગ ઇલેવનમાં સૌથી વધુ જગ્યા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને જ મળી છે. પરંતુ તેમાં કમિન્સ અને સ્મિથ નથી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કુલ 4 ઓસ્ટ્રેલિયન ખેલાડી વર્ષ 2025ની ટેસ્ટ ઇલેવનમાં પસંદગી પામ્યાં છે, જેમાં મિચેલ સ્ટાર્ક, ટ્રેવિસ હેડ, એલેક્સ કેરી અને સ્કોટ બોલેન્ડનો સમાવેશ થાય છે.
ઓસ્ટ્રેલિયા સિવાય ભારતમાંથી 3 ખેલાડીઓને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ઇલેવનમાં જગ્યા મળી છે. ભારત તરફથી કેએલ રાહુલ, શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહે પોતાની જગ્યા પાક્કી કરી છે. જ્યારે રવીન્દ્ર જાડેજાને ટીમનો 12મો ખેલાડી બનાવવામાં આવ્યો છે.
ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકામાંથી 2-2 ખેલાડીઓને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વર્ષ 2025ની પોતાની ટેસ્ટ ઇલેવનમાં સ્થાન આપ્યું છે. ઇંગ્લેન્ડ તરફથી જો રૂૂટ અને બેન સ્ટોક્સે જગ્યા બનાવી છે. જ્યારે સાઉથ આફ્રિકામાંથી ટેસ્ટ કેપ્ટન ટેમ્બા બાવુમા સિવાય સ્પિનર સાઇમન હાર્મરને જગ્યા મળી છે.
ટેમ્બા બાવુમાને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાની ટેસ્ટ ઇલેવનનો કેપ્ટન બનાવ્યો છે. જ્યારે કેએલ રાહુલ અને ટ્રેવિસ હેડને ઓપનિંગની જવાબદારી આપી છે. જો રૂૂટ નંબર 3 જ્યારે શુભમન ગિલને નંબર 4ની પોઝિશન માટે જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત સ્ટાર્ક, બુમરાહ અને બોલેન્ડ પેસ અટેકની કમાન સંભાળશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટીમમાં માત્ર એક સ્પિનરને જ જગ્યા આપી છે.
