ઘરેથી નીકળી ગયેલા પટેલ વૃધ્ધની એસ.ટી. વર્કશોપ પાછળ વોકળામાંથી સળગેલી લાશ મળી

પેટ્રોલ પંપેથી ડીઝલ ખરીદી શરીર ઉપર રેડી કાંડી ચાંપી દીધી, બિમારીથી કંટાળી આપઘાત કરી લીધાની આશંકા શહેરના ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપ પાછળ વોકળામાંથી વૃધ્ધની…

પેટ્રોલ પંપેથી ડીઝલ ખરીદી શરીર ઉપર રેડી કાંડી ચાંપી દીધી, બિમારીથી કંટાળી આપઘાત કરી લીધાની આશંકા

શહેરના ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપ પાછળ વોકળામાંથી વૃધ્ધની સળગેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં હરિદ્વાર સોસાયટીમાં રહેતા વૃધ્ધ સવારે ઘરેથી નીકળી બાદમાં પેટ્રોલ પંપેથી ડિઝલ ખરીદી શરીર ઉપર રેડી કાંડી ચાંપી દીધી હતી. બિમારીથી કંટાળી આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું છે.જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપ પાછળ વોકળામાંથી વૃધ્ધની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતદેહ નજીકથી ડીઝલ ભરેલુ ડબલુ મળી આવ્યું હતું. પોલીસ તપાસ કરતી હતી. દરમિયાન વૃધ્ધના પરિવારજનો દોડી આવ્યા હતા અને પુત્રવધુએ આ તેમના સસરા શંભુભાઇ ગાંડુભાઇ મોલીયા (ઉ.વ.74) હોવાનું ઓળખી બતાવ્યું હતું.પ્રાથમિક તપાસમાં મૃતક શંભુભાઇ ગોંડલ રોડ પર પંચશીલ 80 ફુટ રોડ પર હરિદ્વાર સોસાયટી શેરી નં.2માં રહેતા હોવાનું અને આજે સવારે 8 વાગ્યાના અરસામાં ઘરેથી નીકળી જતા પરિવારજનો દ્વારા શોધખોળ કરતા હતા. દરમિયાન સળગી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક વૃધ્ધ ત્રણ ભાઇ પાંચ બહેનમાં વચેટ અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પુત્ર નિલેશભાઇ પડવલા ગામે લોખંડનું કારખાનું ધરાવે છે.

વૃધ્ધને માનસિક બિમારી ઉપરાંત ગેસ, કબજીયાત સહીતની બિમારી હોય જેથી કંટાળી ઘરેથી નીકળી પેટ્રોલ પંપેથી ડીઝલ ખરીદી વોકળામાં શરીર ઉપર રેડી કાંડી ચાંપી અગ્નિસ્નાન કરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *