માવઠાનો માર સતત : કલ્યાણપુરમાં વધુ 3 ઈંચ વરસાદ

માળિયા હાટીના 2, જામજોધપુર 1॥।, માણાવદર 1॥, ઘાટી, લાલપુર-1 ઈંચ સહિત 19 તાલુકામાં વરસાદ સતત વરસાદથી પશુઓના ચારા અને જણસીને ભારે નુક્શાન, મેઘરાજાને ખમૈયા કરતો…

માળિયા હાટીના 2, જામજોધપુર 1॥।, માણાવદર 1॥, ઘાટી, લાલપુર-1 ઈંચ સહિત 19 તાલુકામાં વરસાદ

સતત વરસાદથી પશુઓના ચારા અને જણસીને ભારે નુક્શાન, મેઘરાજાને ખમૈયા કરતો જગતનો તાત

રાજ્યભરમાં અને સૌરાષ્ટ્રમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી ઠેકઠેકાણે માવઠાનો વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતો પણ પાક નિષ્ફળ જવાની બીકે ચિંતામાં મુકાયા છે. રવિવારે સવારથી વાદળછાયા વાતાવરણ દરિયાન બપોરથી પલટો આવ્યો હતો. સાંજ સુધીમાં સૌરાષ્ટ્રના 19 તાલુકાઓમાં છૂટાછવાયા ઝાપટાંથી માંડીને દોઢથી ત્રણ ઈંચ સુધીનો ચોમાસા જેવો વરસાદ પડતાં ખેતરો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહી નીકળ્યા હતા. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 3, જૂનાગઢના માળિયા હાટીનામાં લ.ળળ અને જામનગરના જામજોધપુરમાં 1॥। ઈંચ વરસાદ ખાબક્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા થોડા સમયથી વૈશાખ મહિનામાં ચોમાસું હોય એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અનેક ઠેકાણે છુટા છવાયા ઝાપટાથી લઈને ત્રણથી ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ 19 તાલુકામાં 0॥ ઈંચથી લઈને ઝાપટા સ્વરૂપે પાણી વરસતા પશુઓનો ઘાસચારો અને ખેતરમાં પડેલ જણસીને ભારે નુક્શાન થતાં ખેડુતો દ્વારા મેઘરાજા ખમૈયા કરવાની વિનંતી કરવામાં આવી રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાનો મુકામ રહ્યો છે. ત્યારે ગઈકાલે રવિવારે કલ્યાણપુર તાલુકામાં ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસી જતા ઠેર ઠેર ધસમસતા પાણી વહ્યા હતા. કલ્યાણપુર તાલુકામાં રવિવારે બપોરે આશરે ત્રણેક વાગ્યાથી ધોધમાર કમોસમી વરસાદ શરૂૂ થતા સાંજ સુધીમાં 3 ઈંચ (72 મિલીમીટર) પાણી વરસી જવા પામ્યું હતું. મેઘરાજાએ ટાણે રૌદ્ર સ્વરૂૂપ દેખાડ્યું હોય તેમ કલ્યાણપુર તાલુકાના ભીંડા, રાજપરા, ધતુરીયા, ભોગાત વિગેરે ગામોમાં તેજ પવન સાથે વાઝડી જેવા આ વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને કેટલાક સ્થળોએ નાની-મોટી નુકસાની પણ થવા પામી હતી. ભર ચોમાસામાં હોય તેવા માહોલ વચ્ચે નાના ચેકડેમોમાં પુષ્કળ પાણીની આવક થવા પામી હતી.ખંભાળિયા તાલુકામાં પણ શનિવારના 10 મી.મી. વરસાદ બાદ ગઈકાલે રવિવારે બપોરથી સાંજ સુધી અવિરત રીતે વરસાદી વાદળોની જમાવટ વચ્ચે હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા.

જેથી માર્ગો તરબતર બન્યા હતા. આ સાથે ખંભાળિયા-ભાણવડ પટ્ટીના ગામોમાં અડધાથી એક ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં શનિવારે એક ઈંચ (23 મીલીમીટર) વરસાદ નોંધાયો હતો. જ્યારે છેલ્લા બે દિવસના સમયગાળામાં દ્વારકા પંથક મોટાભાગે કોરો ધાકોળ બની રહ્યો હતો. આજે સવારે આઠ વાગ્યા સુધીમાં કલ્યાણપુરમાં 112 મિલીમીટર, ભાણવડમાં 99 મિલીમીટર અને ખંભાળિયામાં 74 મિલીમીટર કમોસમી વરસાદ નોંધાયો છે. આ પરિસ્થિતિમાં અનેક ખેડૂતોને નાની-મોટી નુકસાની થવા પામી છે. જ્યારે આજે સવારથી રાબેતા મુજબ વાતાવરણ ખુલ્લુ બની રહ્યું હતું.

સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા, ઉપલેટા, માણાવદરમાં દોઢ ઈંચ વરસાદ તથા ધારી, લાલપુર સહિતના વિસ્તારમાં 1થી 0॥ ઈંચ વરસાદ વરસ્યાના વાવળ પ્રાપ્ત થયા છે. હજુ પણ બે દિવસ અમુક વિસ્તારોમાં ઝાપટારૂપી વરસાદની આગાહી કરવામાં આવેલ હોય ખેડુતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

હજુ બે દિવસ જોખમ

રાજ્ય સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી માવઠારૂપી વરસાદ વરસી રહ્યો છે. અને ખેડુતો હવે મેઘરાજાને ખમૈયા કરવાની વિનંતી કરી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી તા. 12 અને 13ના રોજ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, અને ગીર સોમનાથમાં સામાન્યથી લઈને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *