ભેળસેળિયા માફિયા બેફામ, તેમને કંઇ થતું નથી: કાનાણી

પૂર્વ આરોગ્યમંત્રી કાનાણીનો નવા આરોગ્યમંત્રી પાનસેરીયાને પત્ર: અગાઉ પણ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરી હોવાનો ઉલ્લેખ: તમે પ્રામાણિક છો, ભણેલા છો એટલે વિધાનસભાના સત્રમાં…

પૂર્વ આરોગ્યમંત્રી કાનાણીનો નવા આરોગ્યમંત્રી પાનસેરીયાને પત્ર: અગાઉ પણ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરી હોવાનો ઉલ્લેખ: તમે પ્રામાણિક છો, ભણેલા છો એટલે વિધાનસભાના સત્રમાં કાયદો લાવો, કાર્યવાહી કરો તેવી માંગણી

ખાદ્યપ્રદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ હાલના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખી નકલી દવા બનાવનારા-વેચનારા માફિયાઓ તેમજ ખાદ્ય પ્રદાર્થમાં ભેળસેલ કરનાર નકલી ખાદ્યપ્રદાર્થ બનાવનાર-વેચનાર સામે કડક કાયદો બાનવી કડક અમલ કરવા રજૂઆત કરી હતી. તેઓ લાંબા સમયથી આવી રજૂઆત કરતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

શહેરમાં અત્યાર સુધીમાં નકલી ઘી, પનીર, તમાકુ, મેગી મસાલા, મસાલા, તેલ, ઈનો પકડાઈ ચુક્યા છે. ભેળસેળિયા ખૂબ જ સસ્તા ભાવે અંતરિયાળ વિસ્તાર કે નાની કરિયાણા-ડેરી ઉપર તેનું વેચાણ કરે છે અને તે લોકોના ઘર સુધી પહોંચે છે. એક્સપર્ટ પણ કહે છે કે આવા અખાદ્ય ખોરાકથી કેન્સર, શ્વાસોશ્વસની તકલીફ, પેટની બીમારીઓ સહિતની ઘણી બીમારીઓ લાંબા ગાળે થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં તો મોત પણ થઈ શકે છે પરંતુ તે જવાબદાર અધિકારીઓ સાબિત કરી શકતા નથી.

કુમાર કાનાણીનો પત્ર: લોકોને અને મને તમારી ઉપર વિશ્વાસ અને ભરોસો છે
ગુજરાતમાં સૌથી ગંભીર પ્રશ્ન હોય તો તે માનવ જીવન સાથે ચેડા કરી માનવ જીવનને જોખમ ઉભું કરતો પ્રશ્ન છે. જેમ કે, નકલી દવાઓ બનાવવી-વેચવી તેમજ ખાદ્યપદાર્થ નકલી બનાવવા કે, ભેળસેળ કરવી. તેમને કોઈપણ પ્રકારનો ડર નથી અને તેમને કશું થતું પણ નથી. કારણ કે, તેની સામે કાર્યવાહી કરી શકાય તેવો કોઈ કડક કાયદો નથી આવા લોકો સામે તપાસ થાય, સેમ્પલ લેવામાં આવે, રિપોર્ટ આવે, નકલી હોય, અખાદ્ય હોય તો સામાન્ય બે-પાંચ હજાર દંડ ભરીને છૂટી જાય અને ધંધો ચાલુ રહે છે. કોઈ વ્યક્તિની હત્યા થાય તો તેના આરોપીને આજીવન કે ફાંસીની સજા થાય છે. સામુહિક હત્યા કરનારને ત્રાસવાદી કહીએ છીએ. પણ નકલી દવા બનાવી-વેચી ખાદ્યપદાર્થ નકલી બનાવી, ભેળસેળ કરી ધંધો કરનાર લોકો, લાખો લોકોના માનવ જીવનને જોખમમાં મુકીને કોઈપણ ડર-ભય વગર બેફામ લોકોને મારી રહ્યાં છે. આવા લોકો ડામવા અત્યંત જરૂૂરી હોય, તેની સામે કડક કાયદો બને. કાયદાનો કડક અમલ થાય તે ખૂબ જ જરૂૂરી છે. આ બાબતે આ પહેલા મારા દ્વારા મુખ્યમંત્રી તેમજ તાત્કાલિન આરોગ્ય મંત્રી રૂૂષિકેશભાઈ પટેલને તેમજ વિધાનસભાના ગૃહમાં પણ રજૂઆત કરી છે. આ માટે લોકોને અને મને તમારી ઉપર વિશ્વાસ અને ભરોસો છે. કારણ કે, તમે આરોગ્ય મંત્રી બન્યા છો, સ્વતંત્ર હવાલો છે. તમે ખુબ જ ઈમાનદાર અને પ્રામાણિક છો. તમે ભણેલા છો તમે ધાર્મિક છો અને કામ કરવાની ઈચ્છાશક્તિ ધરાવો છો. એટલે આ કામ તમે કરી શકો તેમ છો. આપ દ્વારા આવનાર વિધાનસભાના સત્રમાં કડક કાયદો બનાવી તેનો કડક અમલ થાય તે માટેની કાર્યવાહી આપ કરશો તેવી લોકોની અમે મારી માંગણી અને લાગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *