બોટાદની ઉતાવળી નદીમાં દિલ્હીની યમુના જેવું પ્રદૂષણ

બોટાદ જિલ્લાના સાળંગપુર નજીક આવેલી ઉતાવળી નદીમાં એક અસામાન્ય અને ચિંતાજનક દૃશ્ય જોવા મળ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણીની આવક થતાં આખી નદી…

બોટાદ જિલ્લાના સાળંગપુર નજીક આવેલી ઉતાવળી નદીમાં એક અસામાન્ય અને ચિંતાજનક દૃશ્ય જોવા મળ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણીની આવક થતાં આખી નદી સફેદ ફીણની ચાદરથી છવાઈ ગઈ હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ નદીમાં દિલ્હીની યમુના નદીની જેમ સફેદ ફીણની ચાદર છવાઇ છે.વરસાદના પાણીના પ્રવાહ સાથે જ આખી નદીમાં જાણે કોઈએ સફેદ રંગની ચાદર પાથરી દીધી હોય તેમ ફીણનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *