મહેન્દ્ર સિંહ ધોનીની IPL કારકિર્દીનો અંત આવ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે હવે તેને મેન્ટરની ભૂમિકા સોંપવાની જાહેરાત કરી છે. આ વચ્ચે પત્ની સાક્ષી ધોનીએ સોશિયલ મીડિયા પર એક ખાસ ફોટો શેર કરીને ભાવુક સંદેશ લખ્યો છે. તેણે માહીના અત્યાર સુધીના સફર માટે ગર્વ વ્યક્ત કરવાની સાથે ચાહકોનો પણ આભાર માન્યો છે. સાક્ષીએ ધોનીનો પર્વતો તરફ જોતો ફોટો પોસ્ટ કર્યો હતો.
સાક્ષીએ ધોનીની નિવૃત્તિ પર લખ્યું, જ્યારે કેટલાક પ્રકરણો પૂરા થાય છે ત્યારે જ સુંદર નવા પ્રકરણો શરૂૂ થાય છે. માહી, આટલા વર્ષોથી તને પ્રેમ કરનારા, ટેકો આપનારા અને તને માનનારા બધાનો, ભલે અમે તેને વ્યક્તિગત રીતે ઓળખતા હોઈએ કે ન હોઈએ. મારા હૃદયના ઊંડાણથી આભાર. તારા પ્રેમ માટે હંમેશા આભારી. નવી શરૂૂઆત, નવા સાહસો અને ઘણી બધી સુંદર યાદો. તારા પર ગર્વ છે, માહી. હંમેશા.
