રણબીર કપૂર અને યશની ફિલ્મ ’રામાયણ’ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પહોંચ વિસ્તારવાની તૈયારીમાં છે. ફિલ્મ 2027ના શરુઆતના મહિનાઓમાં ચીન, રશિયા, જાપાન અને દક્ષિણ કોરિયામાં રિલીઝ થવાની છે. આ ચાર મહત્ત્વનાં વિદેશી બજારોમાં ફિલ્મની રિલીઝથી વૈશ્વિક સ્તરે તેની પહોંચ વધવાની સાથે બોક્સ ઓફિસની કમાણીની સંભાવનાઓને પણ વેગ મળી શકે છે.
આંતરરાષ્ટ્રીય રિલીઝની તૈયારીના ભાગરૂૂપે ફિલ્મને ચીનમાં સેન્સર ક્લિયરન્સ માટે પહેલેથી જ મોકલી દેવામાં આવી છે. ભારતીય ફિલ્મો માટે ચીન એક મહત્ત્વનું બજાર રહ્યું છે. ભૂતકાળમાં કેટલીક ભારતીય ફિલ્મોએ અહીં સારો પ્રેક્ષકવર્ગ મેળવવાની સાથે બોક્સ ઓફિસ પર પણ નોંધપાત્ર કમાણી કરી છે. ચીન ઉપરાંત રશિયા, જાપાન અને દક્ષિણ કોરિયામાં ફિલ્મની રિલીઝ પણ નિર્માતાઓની વૈશ્વિક યોજનાનો મહત્ત્વનો હિસ્સો છે. ભવ્ય નિર્માણ, પૌરાણિક કથા અને જાણીતા કલાકારોની હાજરીને કારણે ફિલ્મ આ દેશોના દર્શકોમાં પણ રસ જગાવી શકે છે.
