ઠાકોર સમાજના બંધારણનું ગેનીબેનની હાજરીમાં જ ઉલ્લંઘન, પોસ્ટ વાઇરલ

પાટણના હારીજમાં ઠાકોર સમાજના આગેવાને બંધારણ તોડ્યું હોવાની ઘટના સામે આવી છે. બંધારણ બનાવનારાની ઉપસ્થિતમાં જ બંધારણનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.ઠાકોર સમાજના નવા બંધારણની…

પાટણના હારીજમાં ઠાકોર સમાજના આગેવાને બંધારણ તોડ્યું હોવાની ઘટના સામે આવી છે. બંધારણ બનાવનારાની ઉપસ્થિતમાં જ બંધારણનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.ઠાકોર સમાજના નવા બંધારણની જાહેરાત કરવામાં આવી હતી. તે સમયે સમાજના અગ્રણીઓ સહિત નેતાઓ ત્યાં હાજર હતા. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે જ નવા બંધારણની જાહેરાત કરી હતી. ત્યારે તેમની સામે જ સમાજના બંધારણનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.

પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના દીકરાના લગ્ન પ્રસંગે બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. સાંસદ ગેનીબેન ઠાકોરની હાજરીમાં સરેઆમ સમાજના બંધારણના ધજાગરા ઉડાડવામાં આવ્યા છે. લગ્નમાં VIP રિસેપ્શન અને VIP ભોજન, VIP કંકોત્રી છપાવીને સમાજના બંધારણનો ભંગ કરવામાં આવ્યો છે.

લગ્ન પ્રસંગે માત્ર એક જ મીઠાઈ પીરસવાનું સમાજના બંધારણમાં નક્કી કરવામાં આવ્યું છે. બંધારણમાં હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા સહિત અન્ય કોઈ રસમોના પ્રસંગો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઠાકોર સમાજના આગેવાનો એકબાદ એક બંધારણનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ઠાકોર સમાજનું બંધારણ માત્ર ગરીબ લોકો માટે બનાવ્યું હોય તેવું પોસ્ટ વોર સોશિયલ મીડિયામાં શરૂૂ થયું છે. ગબ્બર ઠાકોરના ભાઈ અર્જુન ઠાકોરે ફેસબુકમાં પોસ્ટ કરીને માત્ર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માટે જ બંધારણ બનાવ્યું હોવાનું પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા છે. માત્ર સામાન્ય લોકો માટે બંધારણ નિયમો આગેવાનો માટે કેમ નહીં, તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *