મધરાત્રે-સામાજિક-રાજકીય આગેવાનો પોલીસ સ્ટેશને પહોંચ્યા, ઈઈઝટમાં કરતૂતો કેદ
મોરબીના નાની વાવડી ગામે મોડી રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવતા ચકચાર મચી ગઈ છે. ખોટી ઉઘરાણીના બહાને મહિલા વેપારી સાથે માથાકૂટ કરી દાદાગીરી કરનાર બે શખ્સો સામે મોડી રાત્રે એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપીઓ લોકો પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.
મળતી માહિતી મુજબ, નાની વાવડી ગામે વ્યવસાય કરતા મયુરીબેન રૂૂપાલા નામના મહિલા વેપારીની દુકાને મહેશ સવશેતા અને જગદીશ સવશેતા નામના બે શખ્સો ધસી આવ્યા હતા. આ શખ્સોએ ખોટી ઉઘરાણીના નામે મહિલા સાથે ઉગ્ર બોલાચાલી કરી દાદાગીરી શરૂૂ કરી હતી. મામલો બિચકતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.લોકો એકઠા થતા ઉશ્કેરાયેલા મહેશ અને જગદીશે પોતાની સ્કોર્પિયો ગાડી ત્યાં હાજર લોકો પર ચડાવવાનો ભયાનક પ્રયાસ કર્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આ શખ્સોની આતંક મચાવતી કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
ઘટનાની ગંભીરતાને જોતા રાત્રે જ સામાજિક અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં એ-ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મયુરીબેન રૂૂપાલાની ફરિયાદના આધારે પોલીસે મહેશ સવશેતા અને જગદીશ સવશેતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આવા તત્વો સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે.
