સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા સહિતના સ્થળોએથી ફાયર ટીમ દોડી
સુરેન્દ્રનગરમાં આગ લાગવાની ઘટનાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ આગ એટલી વિકરાળ છે કે, આ આગ લાગવાની ઘટનાને કારણે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલી GIDCમાં એક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
આગ લાગવાના કારણે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ GIDCમાં આગ લાગતા નાસભાગ મચી છે. કારખાનમાં આગ લાગવાના કારણે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. આગથી કારખાનમાં મોટા નુકસાનની ભીતિ સેવામાં આવી રહી છે. શોર્ટ સર્કિટથી આગ લાગ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફાયર ટીમ દ્વારા હાલ આ આગ પર કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ધ્રાંગધ્રા ,સુરેન્દ્રનગર તેમજ અન્ય આસપાસની ફાયર ટીમ થાનગઢ પહોંચી થાનગઢ જીઆઇડીસીમાં આવેલા વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીઝ સ્ટીકરના કારખાનામાં ભયંકર આગ લાગતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે.
