શાંતિ વાર્તા પહેલાં ઈરાન-અમેરિકા વચ્ચે ધબાધબી

હોર્મુઝ સ્ટ્રેટ પાસે અમેરિકી દળોએ ઈરાની કાર્ગો જહાજ પર કબજો કરી લેતાં ઈરાને વળતો ડ્રોન હુમલો કર્યો અમેરિકન બ્લોકેડના કારણે શાંતિ મંત્રણામાં ભાગ લેવું શક્ય…

હોર્મુઝ સ્ટ્રેટ પાસે અમેરિકી દળોએ ઈરાની કાર્ગો જહાજ પર કબજો કરી લેતાં ઈરાને વળતો ડ્રોન હુમલો કર્યો

અમેરિકન બ્લોકેડના કારણે શાંતિ મંત્રણામાં ભાગ લેવું શક્ય નથી : ઈરાનની સાફ વાત

અમેરિકી દળોએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે ઈરાની ધ્વજવાળા કાર્ગો જહાજ ‘તૌસ્કા’ને અટકાવીને જપ્ત કર્યા પછી ઈરાને તરત જ અમેરિકી યુદ્ધ જહાજોને નિશાન બનાવીને ડ્રોન હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે. આ સાથે જ ઈરાને અમેરિકા સાથે પાકિસ્તાનમાં યોજાનારા બીજા રાઉન્ડના શાંતિ વાતચીતમાં ભાગ લેવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. આ ઘટનાઓ પછી આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે.

ઈરાનની અર્ધ-સરકારી સમાચાર એજન્સી તસ્નીમે જણાવ્યું કે, અમેરિકી નૌસેનાએ ઓમાન સમુદ્રમાં ચીનથી આવી રહેલા અને બંદર અબ્બાસ તરફ જતા જહાજ ‘તૌસ્કા’ પર હુમલો કર્યો. અમેરિકી વિનાશક જહાજે અનેક વાર ચેતવણી આપ્યા પછી જહાજના એન્જિન રૂૂમમાં ગોળીબાર કરીને તેનું નેવિગેશન અને પ્રોપલ્શન સિસ્ટમ અક્ષમ કર્યું. ત્યારબાદ અમેરિકી મરીન્સે જહાજ પર કબજો જમાવી લીધો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું, યુએસ મરીન્સે હાલ જહાજની સંપૂર્ણ કસ્ટડી લીધી છે અને અંદર શું છે તે તપાસી રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે જહાજ અમેરિકી નૌસેના બ્લોકેડ તોડવાનો પ્રયાસ કરી રહ્યું હતું.

ઈરાનના ખાતમ અલ-અંબિયા સૈન્ય કમાન્ડે આ કાર્યવાહીને સશસ્ત્ર દરિયાઈ ચોરી અને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવીને કહ્યું કે, ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના સશસ્ત્ર દળો આ સશસ્ત્ર ચોરીનો જલ્દી જ જવાબ અને પ્રતિકાર કરશે. તસ્નીમ એજન્સીએ જણાવ્યું કે ઈરાને અમેરિકી યુદ્ધ જહાજોને નિશાન બનાવીને ડ્રોન હુમલા કર્યા છે.

આ સાથે જ ઈરાનની અધિકૃત સમાચાર એજન્સી આઈઆરએનએ (ઈંછગઅ)એ કહ્યું કે, વોશિંગ્ટનની અતિશય માંગણીઓ, અવાસ્તવિક અપેક્ષાઓ અને ચાલુ નૌસેના બ્લોકેડને કારણે ઇસ્લામાબાદમાં બીજા રાઉન્ડની વાતચીતમાં ભાગ લેવાનું શક્ય નથી. આઈઆરએનએએ અમેરિકી તરફથી આવતા અહેવાલોને મીડિયા ગેમ ગણાવ્યા.

આ ઘટનાઓની અસર તેલ બજાર પર તરત જ દેખાઈ. હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ વધતાં અને શિપિંગમાં વિક્ષેપની આશંકાથી આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રુડના ભાવમાં અચાનક 5-7%નો ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રુડના ભાવ આજે 96થી વધીને 100ની આસપાસ પહોંચી ગયા છે, જ્યારે અમેરિકી વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ઠઝઈં) પણ 90ની ઉપર ચઢ્યા છે.

શાહબાઝ શરીફના ઇરાનને મનાવવા પ્રયાસ, સસ્પેન્સ લંબાયો

અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બીજા રાઉન્ડની શાંતિ વાટાઘાટોને લઈને અનિશ્ચિતતા વધી રહી છે, ત્યારે શાહબાઝ શરીફ ઈરાનને મનાવવાના પ્રયાસોમાં સક્રિય થયા છે. રવિવારે તેમણે મસૂદ પેઝેશ્કિયાન સાથે લગભગ 45 મિનિટ સુધી ફોન પર ચર્ચા કરી, જેમાં વર્તમાન પ્રાદેશિક પરિસ્થિતિ અને શાંતિ માટેના પ્રયાસો અંગે વિગતવાર વિચારવિમર્શ થયો. આ તરફ, ડોનાલ્ડ ટ્રમ્પએ દાવો કર્યો છે કે અમેરિકા તરફથી એક પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદ પહોંચીને ઇરાન સાથે શાંતિ વાટાઘાટો આગળ વધારશે. જોકે, ઇરાન તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ આપવામાં આવી નથી.

ઇરાનની રાજ્ય સમાચાર એજન્સી IRNAએ તો ઇસ્લામાબાદમાં બીજા રાઉન્ડની વાટાઘાટોની વાતને નકારી કાઢી છે, જેનાથી પરિસ્થિતિ વધુ ગૂંચવણભરી બની છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે ઇરાને વાટાઘાટોમાં ભાગ લેવા માટે કેટલીક શરતો મૂકી છે. સૂત્રો અનુસાર, ઇરાનનું કહેવું છે કે જો અમેરિકા તેના બંદરો પર લાદવામાં આવેલી નૌકાદળની નાકાબંધી હટાવે તો જ તે ચર્ચામાં જોડાશે. પાકિસ્તાનમાં ઇરાનના રાજદૂત સહિતના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. બીજી તરફ, પાકિસ્તાન સરકાર અને વિદેશ મંત્રાલય ઇરાનને સમજાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે, જેથી સંવાદ પ્રક્રિયા ફરી શરૂૂ થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *