RMCના 3 પ્લોટ મેળા માટે આપવા ટેન્ડર, પ્રતિ ચો.મી. રૂા.5ના ભાવથી થશે હરાજી

આગામી મહિને સાતમ આઠમના તહેવારોને અનુલક્ષીને રાજકોટ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા રેસકોર્સ મેદાન ખાતે સાંસ્કૃતિક લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પણ…

આગામી મહિને સાતમ આઠમના તહેવારોને અનુલક્ષીને રાજકોટ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા રેસકોર્સ મેદાન ખાતે સાંસ્કૃતિક લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પણ જન્માષ્ટમી દરમિયાન ધંધાર્થીઓ ખાનગી મેળા યોજી શકે તે માટે અલગ અલગ સ્થળે ત્રણ ટીપી પ્લોટ ભાડે આપવા માટે ટેન્ડર બહાર પાડ્યા છે. મહાનગરપાલિકા દ્વારા તા. 30 ઓગસ્ટથી તા. 28 સપ્ટેમ્બર એક મહિનો ખાનગી પ્લોટ ભાડે આપશે.

મનપા જે ટીપી પ્લોટ ભાડે આપવાનું છે તેમા નાના મવા સર્કલ કોર્નર પેટ્રોલપંપની બાજુમાં આવેલો 9438 ચોરસમીટરનો ટીપી પ્લોટ, સાધુ વાસવાણી રોડ રાજ પેલેેસ સામે આવેલો 5388 ચોરસ મીટરનો ટીપી પ્લોટ, અને અમીન માર્ગ કોર્નર ઝેડ બ્લ્યુની સામે આવેલો 4669 ચોરસમીટરનો ટીપી પ્લોટ ભાડે આપશે. આ માટે દરેક ટીપી પ્લોટની અપસેટ પ્રાઇઝ પ્રતી ચોરસમીટર પાંચ રૂૂપિયા લેવામાં આવશે. એક મહિના માટે એટલે કે તા. 30 ઓગસ્ટથી તા. 28 સપ્ટેમ્બર સુધી દરેક ટીપી પ્લોટ ભાડે અપાશે. આ સમય મર્યાદા બાદ પ્લોટનો ઉપયોગ કરી શકાશે નહીં.

સમય મર્યાદા અગાઉ કે ત્યારપછી વધુ દિવસ ઉપયોગ કરવા માટે મંજૂરી લેવી પડશે. અરજદારો તા. 21 ઓગસ્ટ સુધીમાં મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી અરજી પત્રક ડાઉનલોડ કરીને તા. 25 ઓગસ્ટ સુધીમાં રજીસ્ટર્ડ એડીથી પરત કરી શકશે.

ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા દ્વારા દરવર્ષે જન્માષ્ટમી મેળા માટે પ્લોટ ભાડેે આપવામાં આવે છે. ગત વર્ષે રાઇડ્સની મંજૂરીની કડાકુટને કારણે મહાનગરપાલિકાએ બે વખત ટેન્ડર બહાર પાડ્યા હોવાછતા કોઇ પાર્ટી ખાનગી મેળા માટે તૈયાર થઇ નહોતી. ગયા વર્ષે પ્રથમ વખત બહાર પડાયેલા ટેન્ડરમાં કોઇ પાર્ટીએ રસ ન દાખવતાં બીજીવખત શોર્ટનોટિસ ટેન્ડર પ્રસિધ્ધ કરાયું હતું. તેમાં પણ કોઇ પાર્ટીએ રસ દાખવ્યો નહોતો. આ વર્ષે કમિશનર દ્વારા પ્લોટ હરાજી માટે મોડી મંજૂરી આપી છે. ત્યારે તા.25 ઓગસ્ટ બાદ ટેન્ડર ખુલે ત્યાર ે જો કોઇ પાર્ટીએ ખાનગી મેળા માટે મનપાના પ્લોટ ભાડે લેવા રસ દાખવ્યો હોય અને મહાનગરપાલિકા તંત્ર તે મંજૂર કરે તો પણ રાઇડ્સની મંજૂરીથી લઇને ફાઉન્ડેશન સુધીની પ્રક્રિયામાં સમય પસાર થઇ જાય તેમ છે આથી આ વર્ષે પણ મનપાને આવક થશે કે નહીં તે મુદ્દો પણ પ્રશ્ર્ન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *