ચિચોડા માટે જગ્યા ભાડે આપવાનું ટેન્ડર અંતે રદ: હવે હરાજી થશે

મનપાએ રસના ચિચોડા માટે પ્લોટ ભાડે દેવાની પદ્ધતિમાં ફેરફાર કર્યા બાદ ભારે વિરોધ થતાં તંત્રએ નમતું જોખ્યું રાજકોટ શહેરમાં સિઝનલ ધંધાની ભારે બોલબાલા છે. જેમાં…

મનપાએ રસના ચિચોડા માટે પ્લોટ ભાડે દેવાની પદ્ધતિમાં ફેરફાર કર્યા બાદ ભારે વિરોધ થતાં તંત્રએ નમતું જોખ્યું

રાજકોટ શહેરમાં સિઝનલ ધંધાની ભારે બોલબાલા છે. જેમાં ઉનાળા દરમિયાન ગોલા અને શેરડીના રસના સ્ટોલ અનેક સ્થળે બનતા હોય છે. જેમાં મહાનગરપાલિકા દ્વારા તેમની માલીકીના 8 પ્લોટ ઉપર વર્ષોથી નાના ધંધાર્થીઓને 1010ના ગાળાના રૂા. 500 લેખે ભાડેથી જગ્યા ફાળવવામાં આવી રહી છે. આ વર્ષે પણ જગ્યા માટે અનેક લોકોએ અરજી કરી છે. ત્યારે જ અધિકારીઓએ મનઘડત નિર્ણય લઈ ટેન્ડર પ્રક્રિયાનો નિયમ અમલમાં બનાવતા ચીચોડાના સંચાલકોએ અમને ટેન્ડર ભરતા ન આવડે તેવુ કહી તંત્રને રજૂઆત કરતા હવે દરેક પ્લોટની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જૂનાભાગ રૂા. 2.50 લેખે અપસેટ પ્રાઈઝ નક્કી કરી હરરાજીની બોલી લગાવવામાં આવશે અને વધુ ભાવ બોલનારને પ્લોટ ફાળવવામાં આવશે.

તેમ જાણવા મળેલ છે. મહાનગરપાલિકાની માલીકીના શહેરમાં આવેલા અલગ અલગ આઠ પ્લોટ ઉપર દર વર્ષે ઉનાળાની સિઝનમાં રસના ચીચોડા અને ગોલાના ધંધાર્થીઓને પ્લોટ પર જગ્યા ભાડેથી આપવામાં આવે છે. જેના માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. વર્ષોથી શહેરમાં ગોલા અને રસના ચિચોડા માટે ગાળાનો ભાવ ફિક્સ કરવામાં આવ્ય છે.

10X10ના એક ગાળાના ફિક્સ રૂપિયા 250 એટલે કે, બે ગાળાના રૂા. 500 લેવામાં આવે છે. પરંતુ એસ્ટેટ અધિકારી નવા આવતા આ સિઝનલ ધંધાર્થીઓના ભાડામાં વધારોઝીંકી દેવામાં આવ્યો છે. જૂના ભાવ ગાળા મુજબ વસુલવામાં આવતા હતાં તેના બદલે હવે દરેક ગાળાના ફૂટ માપી રૂા. 2.50 ફૂટ દિઠ વસુલવાનું નક્કી કરી આ મુજબનું ટેન્ડર બહાર પાડી દેતા સિઝન નાના ધંધાર્થીઓમાં દેકારો બોલી ગયો છે અને હવે તંત્ર દ્વારા દરેક પ્લોટની જાહેર હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મનપાના એસ્ટેટ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ વર્ષોથી રૂા. 2.50નો ભાવ હતો જેમાં હવે વધારો કરવાની જરૂરિયાત ઉભી થતાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. પરંતુ નાના ધંધાર્થીઓને ટેન્ડર પ્રથામાં ગતાગમ પડતી ન હોવાની સંચાલકોએ રજૂઆત કરી હતી. આથી આવક વધે અને સાથો સાથ રસના ચીચોડાના સંચાલકોનો પ્રશ્ર્ન પણ હલ થાય તે મુદ્દે નિર્ણય લઈ હવે સ્થળ ઉપર જઈ તમામ પ્લોટની હરરાજી કરવામાં આવશે. અપસેટ પ્રાઈઝ 2.50 રાખવામાં રાખવામાં આવશે જેના વધુ ભાવ આવશે તેને પ્લોટની ફાળવણી કરાશે.

રદ થયેલ ટેન્ડર

રસના ચિચોડા, ગોલાના વ્યવસાય તથા અન્ય વ્યવસાય નિમિતે સીઝનલ ધંધા માટે રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના જુદાં-જુદાં કુલ-08 ટી.પી પ્લોટ ખાતે તા.15/02/2025 થી તા.15/06/2025 સુધી જગ્યા ભાડે આપવાની હોવાથી આ કામે વ્યવસાય કરવા ઈચ્છુક વ્યક્તિઓ પાસેથી સીલબંધ કવરમાં ભાવ તા.12/02/2025 ના રોજ સાંજે 18:00 કલાક સુધીમાં મેનેજર, એસ્ટેટ વિભાગ, રૂૂમ નં.10, ત્રીજો માળ ખાતે રજીસ્ટર એડી./સ્પીડ પોસ્ટથી પહોંચતા કરવાના રહેશે. વધુ વિગતો ળિભ.લજ્ઞદ.શક્ષ પરથી મેળવી શકાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *