જુલાઇ-ઓગસ્ટમાં શ્રીલંકામાં ત્રણ T20 અને બે ટેસ્ટ, બાંગ્લાદેશ સાથે ત્રણ ઓડીઆઇ અને ત્રણ T20 રમાશે, યુએઇ સાથે સીરીઝને લઇ અવઢવ
ભારતીય ક્રિકેટ ટીમનું આગામી 12 મહિનાનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત રહેશે. જેમાં આયર્લેન્ડ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વેમાં મેચો ઉપરાંત એશિયન ગેમ્સ, ઇંગ્લેન્ડ, અમેરિકા, બાંગ્લાદેશ અને જાપાનના પ્રવાસો તેમજ ઘરેલું મેચો પણ સામેલ છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ટીમ જુલાઈ અને ઓગસ્ટમાં શ્રીલંકામાં ત્રણ ટી20 મેચ રમે તેવી શક્યતા છે. આ ઉપરાંત આગામી શેડ્યૂલમાં બે ટેસ્ટ મેચ સામેલ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ શ્રીલંકા ક્રિકેટના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે કે, શ્રીલંકામાં પૂર રાહત માટે ભંડોળ એકત્ર કરવાના માટે ત્રણ ટી20 મેચનું શેડ્યૂલ છે. આ ટી20 મેચ બે ટેસ્ટ મેચ પહેલા યોજાવાની સંભાવના છે.
શ્રીલંકા પ્રવાસ પહેલા ભારત 1 થી 19 જુલાઈ દરમિયાન ત્રણ વન-ડે આંતરરાષ્ટ્રીય અને 5 ટી-20 મેચ રમવા માટે ઈંગ્લેન્ડ આવશે અને તે દરમિયાન આયર્લેન્ડમાં થોડો સમય રોકાઈ શકે છે. ડબલિનમાં ત્રણ મેચની સિરીઝ અંગે હાલમાં ચર્ચા ચાલી રહી છે.
BCCIએ અગાઉ પણ ઈઈંને (2018, 2022 અને 2023માં) ડબલિનમાં નાની સિરીઝ માટે સહયોગ કર્યો છે. જો વાતચીત સફળ રહે છે, તો મેચો જૂનના છેલ્લા અઠવાડિયામાં ઇંગ્લેન્ડના પ્રવાસ પહેલા અને અફઘાનિસ્તાન સામેની ઘરઆંગણે સિરીઝ પછી આયોજિત કરવામાં આવી શકે છે, જે 10 જૂનથી 20 જૂન દરમિયાન એક ટેસ્ટ અને ત્રણ ODI રમવાની છે.
શ્રીલંકા સિરીઝ બાદ BCCIને શેડ્યૂલિંગમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. સપ્ટેમ્બરમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)માં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી-20 સિરીઝ યોજાવાની છે, જે ભારતીય ક્રિકેટ માટે પહેલેથી જ એક વ્યસ્ત મહિનો છે. બાંગ્લાદેશના પ્રવાસની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં ત્રણ ODI અને ત્રણ ટી-20 મેચ સામેલ છે. જો કે, બન્ને દેશો વચ્ચે હાલના ડિપ્લોમેટિક તણાવને જોતા આ સિરીઝ ભારત સરકાર તરફથી મંજૂરી મળ્યા પછી જ આગળ વધશે.
આ દરમિયાન ત્રણ મેચની ટી-20 સિરીઝ માટે ઝિમ્બાબ્વેના ટૂંકા પ્રવાસની પણ ચર્ચા થઈ રહી છે. જો કે, હજુ સુધી કંઈ નક્કી થયું નથી, પરંતુ આ પ્રવાસ સપ્ટેમ્બરમાં થઈ શકે છે. લગભગ તે જ સમયે જ્યારે વેસ્ટ ઈન્ડિઝ ત્રણ ODI અને પાંચ ટી-20 માટે ભારતનો પ્રવાસ કરવાનું છે. વેસ્ટ ઈન્ડિઝ સામે આઠ મેચની સિરીઝ ઓક્ટોબર સુધી ચાલવાની સંભાવના છે.
આ શેડ્યૂલની વચ્ચે 2026 એશિયન ગેમ્સ છે, જે 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન જાપાનના નાગોયામાં યોજાવાની છે. આ ગેમ્સમાં ક્રિકેટ સ્પર્ધા ટી20 ફોર્મેટમાં રમાશે અને ભારત ડિફેન્ડિંગ ગોલ્ડ મેડલિસ્ટ છે. પુરુષોની મેચ 25 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ચાલવાની છે, જેના કારણે ટી20 ટીમ જાપાનમાં રમવાની શક્યતા વધી જાય છે, જ્યારે તે જ સમયગાળા દરમિયાન વેસ્ટ ઇન્ડીઝ સામે એક અલગ ODI ટીમ રમી શકે છે.
ત્યારબાદ ભારતીય ટીમ 18 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ પહોંચે તેવી અપેક્ષા છે, જ્યાં તેઓ પાંચ વનડે, પાંચ ટી20 અને બે ટેસ્ટ મેચનો સંપૂર્ણ પ્રવાસ પર જશે. એવું માનવામાં આવે છે કે, BCCI અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ હાલમાં જ વનડેની સંખ્યા ત્રણથી વધારીને પાંચ કરવા સંમતિ આપી છે. બે ટેસ્ટ મેચ 10 વ્હાઇટ-બોલ મેચો પછી રમાશે, જેમાં પ્રથમ ટેસ્ટ 22 ઓક્ટોબરથી શરૂૂ થશે.
ભારત ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ન્યુઝીલેન્ડથી પરત ફરે તેવી અપેક્ષા છે, જ્યારે તેઓ શ્રીલંકા સામે ઘરેલુ મેદાન પર ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચ રમશે. આ પછી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જાન્યુઆરી-ફેબ્રુઆરી 2027માં ભારતમાં રમાશે, ત્યારબાદ ઇન્ડિયન પ્રીમિયર લીગની 20મી સીઝન માર્ચથી મે 2027 સુધી ચાલશે.
