મેલબોર્ન ટેસ્ટના આખરી દિવસે 184 રને પરાજય થતા રોહિત-કોહલીને રિટાયરમેન્ટ લેવા સોશિયલ મીડિયામાં સલાહ: વર્લ્ડ ટેસ્ટ ચેેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનો માર્ગ વધુ મુશ્કેલ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આજે આ મેચનો પાંચમો અને છેલ્લો દિવસ છે. ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયા 155 રનમાં ઓલઆઉટ થઈ જતા 184 રને પરાજય થયો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયાએ 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. હવે સીરિઝની એક જ ટેસ્ટ બાકી છે. આ સાથે એવું લાગુ છે કે ટીમ ઇન્ડિયાનું હવે ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું લગભગ અશક્ય થઈ ગયું છે.
લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઇન્ડિયાને બેક ટુ બેક 3 વિકેટ ગુમાવી દેતાં મુશ્કેલીમાં મૂકાઈ હતી. જોકે યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંતે બાજી સંભાળી લેતાં ટીમ ઇન્ડિયાનો રકાસ અટકાવ્યો. ટીમ ઇન્ડિયાને ચોથો ઝટકો પંતના સ્વરૂૂપમાં લાગ્યો. ઋષભ પંત હેડની બોલિંગમાં મિચેલ માર્શને કેચ આપી બેઠો હતો. તે 30 રન કરીને આઉટ થઈ ગયો હતો. તેના પછી રવીન્દ્ર જાડેજા મેદાને આવ્યો હતો જે બોલાન્ડની બોલિંગમાં 2 રન કરીને જ કેચ આપી બેઠો હતો. તેના પછી પહેલી ઇનિંગનો સ્ટાર નીતિશ રેડ્ડી મેદાને આવ્યો હતો જે લિયોનની બોલિંગમાં 1 રન કરીને આઉટ થઈ ગયો હતો. જેના પછી ટીમ ઇન્ડિયાની આખરી ઉમ્મીદ સમાન જયસ્વાલ પણ 84 રને આઉટ થઈ જતાં સદી ચૂકી ગયો હતો.
ત્યારબાદ આકાશ દીપ પણ બોલાંડની બોલિંગ વખતે હેડને કેચ આપી બેઠો હતો. જેના લીધે ટીમ ઇન્ડિયાને આઠમો ઝટકો લાગ્યો હતો. ત્યારપછી બેક ટુ બેક બુમરાહ પણ બોલાંડની બોલિંગમાં સ્મિથને સ્લિપમાં કેચ આપી બેઠો. જેના લીધે ટીમ ઇન્ડિયાને નવમો ઝટકો લાગ્યો. ત્યારબાદ સિરાજ પણ લિયોનનો શિકાર થતાં ટીમ ઇન્ડિયા 155 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં કેપ્ટન રોહીત શર્મા અને વિરાટ કોહલી વધુ એકવાર નિષ્ફળ જતા હેપી રીટાયડરમેન્ટ હેસટેગથી બન્ને ખેલાડીઓને રિટાયર થવા સોશિયલ મીડીયાના યુઝર્સે સલાહ આપી હતી.
ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ 234 રન પર સમેટાઈ ગયો હતો. ટીમ ઇન્ડિયા તરફથી જસપ્રીત બુમરાહે બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. આ પહેલાં ટીમ ઇન્ડિયાએ તેના પ્રથમ દાવમાં 369 રન બનાવ્યા હતા. ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડીએ 114 રનનું યોગદાન આપ્યું હતું. આ મેચની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ 474 રનમાં સમેટાઈ ગઈ હતી. એટલે કે પ્રથમ દાવના આધારે ઓસ્ટ્રેલિયાને 105 રનની લીડ મળી હતી.
ઓસ્ટ્રેલીયા સામે પરાજય બાદ વિશ્ર્વ કમ ટેસ્ટ ફાઇનલમાં પ્રવેશવા માટે ભારતીય ટીમ પાસે 1 જૂન, 2025 ના રોજ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાઈનલ માટે ક્વોલિફાય થવાની તક છે, તે બધું સિડનીમાં જીત અને ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે શ્રીલંકા કેવી રીતે ટર્ન અપ કરે છે તેના પર નિર્ભર છે.
જો ભારત સિડનીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાલી રહેલી શ્રેણીની અંતિમ ટેસ્ટ જીતવામાં સફળ થાય છે, તો તેઓ 55.26 ટકા પોઈન્ટ્સ સાથે પૂર્ણ કરશે અને જો તેઓ દક્ષિણ આફ્રિકા સામે ડબલ્યુટીસી 2023-25ની ફાઈનલ રમવા માંગતા હોય તો શ્રીલંકાને ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવવું પડશે. જો ભારત સિડનીમાં ડ્રો કે હારી જાય તો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રીલંકા શ્રેણીના અંતિમ પરિણામને ધ્યાનમાં લીધા વિના સિડનીમાં ડ્રો અથવા હારના કારણે ભારત ડબલ્યુટીસી ફાઈનલ રેસમાંથી બહાર થઈ જશે.
યશસ્વી નોટઆઉટ હતો: વિવાદાસ્પદ નિર્ણય બાદ બીસીસીઆઇની પ્રતિક્રિયા
આ મેચ દરમિયાન યશસ્વી જયસ્વાલને આઉટ આપવા પર વિવાદ થઇ ગયો હતો. પેટ કમિન્સના બાઉન્સર બોલ પર યશસ્વી પૂલ શોટ રમ્યો અને બોલ વિકેટકીપરના હાથમાં પકડાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાએ અપીલ પર પરંતુ મેદાન પરના અમ્પાયરે યશસ્વીને નોટઆઉટ આપ્યો હતો. પછી ઓસ્ટ્રેલિયાએ રિવ્યૂ લીધો હતો અને તેમાં થર્ડ અમ્પાયરે યશસ્વીને આઉટ આપ્યો હતો જેથી કરીને વિવાદ થયો હતો. આ વિવાદ એટલા માટે થયો કારણ કે રિવ્યૂમાં જ્યારે બોલ યશસ્વીના બેટ અને ગ્લોવ્ઝની નજીકથી પસાર થયો ત્યારે સ્નિકો મિટર પર કોઈ હિલચાલ જોવા મળી ન હતી. છતાં પણ થર્ડ અમ્પાયરે મેદાન પરના અમ્પાયરનો નિર્ણય બદલીને યશસ્વીને આઉટ આપ્યો હતો. આ નિર્ણય જોઈને મેદાન પર હાજર ભારતીય દર્શકોએ હોબાળો મચાવવાનું શરૂૂ કરી દીધું હતું. ભારતીય દર્શકોએ ઓસ્ટ્રેલિયા સામે બૂમાબૂમ કરતા જોવા મળ્યા હતા. યશસ્વી 84 રન કરી આઉટ થયો હતો અને સદી ચૂકી ગયો હતો. બીસીસીસીઆઇએ આ નિર્ણય પછી કોમેન્ટ કરી હતી કે યશસ્વી સ્પષ્ટપણે નોટહાઉટ હતો.
