ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડમાં, કાલથી પાંચ મેચની T-20 સિરિઝનો પ્રારંભ

ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ પહોંચી ગઈ છે અને તેની સાથે જ બંને દેશો વચ્ચે રમાનારી ટી20 શ્રેણીનો ઉત્સાહ પણ વધી ગયો છે. ટીમ ઈન્ડિયાના આગમન…

ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ પહોંચી ગઈ છે અને તેની સાથે જ બંને દેશો વચ્ચે રમાનારી ટી20 શ્રેણીનો ઉત્સાહ પણ વધી ગયો છે. ટીમ ઈન્ડિયાના આગમન પહેલાં જ ન્યૂઝીલેન્ડમાં ભારતીય ખેલાડીઓને જોવા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની 5 મેચની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની 3 મેચની ટિકિટો સંપૂર્ણપણે વેચાઈ ગઈ છે.

ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ 22 ઓક્ટોબરથી શરૂૂ થઈ રહ્યો છે અને 1 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. આટલો લાંબો પ્રવાસ ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ ભારતીય ખેલાડીઓ 40 દિવસ, એટલે કે લગભગ સવા મહિના માટે ન્યુઝીલેન્ડમાં રહેશે ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ મેચની T20 સિરીઝ રમી હતી. હવે ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડના પ્રવાસે છે અને ત્યાં પણ પાંચ મેચની T20 સિરીઝ રમાશે, પરંતુ ભારતમાં આ મેચોનો સમય બદલાઈ જશે. ટીમ ઈન્ડિયા પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામે રાતના અંધારામાં મેચ રમતી હતી, પરંતુ ફેન્સ તેમના વતનમાં દિવસ દરમિયાન ન્યુઝીલેન્ડ સામે ભારતની મેચ જોશે.

ભારતીય પુરૂૂષ ક્રિકેટ ટીમનો પ્રથમ બેચ ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ક્રાઇસ્ટચર્ચ પહોંચી ગયો છે. ટીમ 22 ઓક્ટોબરે રમાનારી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચથી તેના વ્યસ્ત કાર્યક્રમની શરૂૂઆત કરશે ન્યુઝીલેન્ડ ક્રિકેટે ભારતીય ટુકડીની તસવીરો શેર કરી છે, જેમાં કોચ ગૌતમ ગંભીર, ભુવનેશ્વર કુમાર, નીતિશ કુમાર રેડ્ડી, વરુણ ચક્રવર્તી, નમન ધીર, વૈભવ સૂર્યવંશી, ઝડપી બોલિંગ કોચ મોર્ને મોર્કેલ અને સપોર્ટ સ્ટાફના સભ્યોનો સમાવેશ થાય છે. આ ક્રિકેટ પ્રવાસ પર ટીમનું પ્રદર્શન આગળની દિશાનો સંકેત આપશે ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ 22 ઓક્ટોબરથી શરૂૂ થતી પાંચ મેચની T20 સિરીઝ રમવા માટે તૈયાર છે. કેપ્ટન શ્રેયસ અય્યર અને હેડ કોચ ગૌતમ ગંભીર ઈચ્છે છે કે ભારત વિદેશી ધરતી પર આ સિરીઝ એકતરફી રીતે જીતે.

ભારતીય ટીમનો ન્યૂઝીલેન્ડમાં T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ઉત્તમ રેકોર્ડ છે અને છેલ્લા સાત વર્ષથી ન્યૂઝીલેન્ડમાં હાર્યું નથી આ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ 5 T20I5 ODI અને 2 ટેસ્ટ મેચ રમશે. વધુમાં BCCIએ ઈન્ડિયા અ ટીમની જાહેરાત કરી છે, જે ટેસ્ટ સિરીઝની તૈયારી માટે ત્રણ મલ્ટી-ડે મેચ રમશે. આ પ્રવાસ માટે કુલ 15 મેચોની પુષ્ટિ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *