નામિબિયાને 93 રને હરાવી ટીમ ઈન્ડિયાએ 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ચોથી વખત 200થી વધુ રનનો આંકડો પણ પાર કર્યો ભારતીય ટીમે T-20 વર્લ્ડ કપ 2026 માં નામિબિયા સામે પોતાનો…

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ચોથી વખત 200થી વધુ રનનો આંકડો પણ પાર કર્યો

ભારતીય ટીમે T-20 વર્લ્ડ કપ 2026 માં નામિબિયા સામે પોતાનો બીજો મુકાબલો રમ્યો જેમાં 93 રનથી વિજય મેળવ્યો. પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 209 રન બનાવ્યા અને પછી નામિબિયાને ફક્ત 116 રનમાં ઓલઆઉટ કરી દીધું. આ જીત સાથે ભારતીય ટીમે સુપર 8 માં પોતાનું સ્થાન લગભગ સુરક્ષિત કરી લીધું છે. ટીમ ઈન્ડિયા 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં પાકિસ્તાન-ભારત સામે પોતાનો આગામી મુકાબલો રમશે.
ટીમ ઈન્ડિયાએ આ મેચમાં 209 રન બનાવ્યા અને 93 રનથી જંગી જીત મેળવી.

આ સાથે, આT-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં રન માર્જિનથી ભારતીય ટીમની સૌથી મોટી જીત પણ બની. આ મેચ પહેલા, ટીમ ઈન્ડિયાનોT-20 વર્લ્ડ કપમાં રન માર્જિનની દ્રષ્ટિએ સૌથી મોટો વિજય 90 રનનો હતો, જે તેણે 2012 માં ઈંગ્લેન્ડ સામે નોંધાવ્યો હતો. આ ઉપરાંત, ભારતીય ટીમ ઝ20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ફક્ત ચોથી વખત 200 કે તેથી વધુ રનનો આંકડો પાર કરવામાં સફળ રહી છે. આ ટીમ ઈન્ડિયાનોT-20 વર્લ્ડ કપમાં સતત 10મો વિજય છે.

ટીમ ઇન્ડિયાનોT-20 ઇન્ટરનેશનલમાં અન્ય ટીમોની સરખામણીમાં નોંધપાત્ર રેકોર્ડ છે, તેણે 47 વખત 200 કે તેથી વધુ રન બનાવ્યા છે. જો ટીમ ઇન્ડિયા આ વર્લ્ડ કપમાં વધુ ત્રણ વખત આ સિદ્ધિ હાંસલ કરવામાં સફળ થાય છે, તો તે 50 વખત આ સિદ્ધિને પાર કરનારી પ્રથમ ટીમ બનશે. દક્ષિણ આફ્રિકા આ યાદીમાં બીજા ક્રમે છે, જેણેT-20 ઇન્ટરનેશનલમાં 29 વખત 200 કે તેથી વધુ રન બનાવ્યા છે.

T-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ 200 કે તેથી વધુ સ્કોર ધરાવતી ટીમો
ભારત 47 વખત
દક્ષિણ આફ્રિકા 29 વખત
ન્યુઝીલેન્ડ 28 વખત
ઓસ્ટ્રેલિયા 25 વખત
વેસ્ટ ઈન્ડિઝ 25 વખત

ભારતનો T-20 વર્લ્ડ કપમાં રનના માર્જિનથી સૌથી મોટો વિજય
ભારત વિરુદ્ધ નામિબિયા 93 રન (2026)
ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 90 રન (2012)
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા 73 રન (2014)
ભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વે 71 રન (2022)
ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 68 રન (2024)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *