એપસ્ટીનના લાખો દસ્તાવેજોમાંથી મોદીનું અનુસંધાન શોધવાની કસરત

અંતે વિકૃત માનસિક્તા ધરાવતા સેક્સ અપરાધી જેફરી એપસ્ટીનનો રેલો ભારત લગી આવી ગયો. અઠવાડિયા પહેલાં જેફરી એપસ્ટીનને લગતા 30 લાખ જેટલા દસ્તાવેજો અમેરિકન સરકારે બહાર…

અંતે વિકૃત માનસિક્તા ધરાવતા સેક્સ અપરાધી જેફરી એપસ્ટીનનો રેલો ભારત લગી આવી ગયો. અઠવાડિયા પહેલાં જેફરી એપસ્ટીનને લગતા 30 લાખ જેટલા દસ્તાવેજો અમેરિકન સરકારે બહાર પાડ્યા ત્યારથી દુનિયાભરમાં જેફરી એપસ્ટીન ફાઈલ્સની ચર્ચા થવા માંડેલી પણ ભારતમાં મીડિયા ચૂપ હતું. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીનાં નામોનો ઉલ્લેખ હોવા છતાં ભારત સરકાર પણ ચૂપ હતી. કેટલાક કોંગ્રેસી નેતાઓએ એપસ્ટીન ફાઈલ્સમાં મોદીના ઉલ્લેખને આધાર બનાવીને ગંભીર આક્ષેપ કરેલા. કોંગ્રેસે એખ્ટીન ફાઇલ્સનો મુદ્દો ઉઠાવ્યો હતો પણ મીડિયાએ તેને મહત્ત્વ નહોતું આપ્યું. કોંગ્રેસના નેતા પવન ખેરાએ 16 માર્ચ, 2017ના રોજ અનિલ અંબાણી અને જેફરી એપ્સટીન વચ્ચેની ચેટના સ્ક્રીનશોટ એક્સ પર મૂકેલા. આ ચેટમાં અનિલ અંબાણી ટ્રમ્પના જમાઈ જેડ કુશનર અને ટ્રમ્પના ખાસ માણસ બેનને મળવા માટે તથા ટ્રમ્પ-મોદીની મુલાકાત ગોઠવવામાં એપસ્ટીનની મદદ માગી રહ્યા છે.

ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વીડિયો મૂકીને મોદીને સેક્સ અપરાધી સાથે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કરેલો, મોદીનો ઉલ્લેખ ધરાવતા એપસ્ટીને કરેલા કહેવાતા કેટલાક ઈ-મેલ પણ સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયેલા છતાં ભારત સરકારે કોઈ ચોખવટ કરવાનું મુનાસિબ નહોતું ત્યાં હવે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની એપસ્ટીન સાથેની મુલાકાતોનો ઉલ્લેખ કર્યો એ સાથે જ ભારત સરકાર સફાળી જાગી છે ને સ્પષ્ટતા કરી છે કે, મોદીના ઉલ્લેખ સાથે ફરતા થયા ઈ-મેલમાં જૂઠાણાં છે. વિદેશ મંત્રાલયે એપસ્ટીન ફાઈલ્સ અંગે સત્તાવાર નિવેદન આપીને કહ્યું છે કે, અમે એપસ્ટેઈન ફાઈલ્સ સંબંધિત એક ઈમેલ અંગેના અહેવાલો જોયા છે કે જેમાં વડા પ્રધાનની ઈઝરાયલ મુલાકાતનો ઉલ્લેખ છે.

જુલાઈ 2017માં વડા પ્રધાનની ઈઝરાયલ મુલાકાત સત્તાવાર હતી પણ ઈમેલમાં લખાયેલી બીજી વાતો એક દોષિત અપરાધીએ કરેલો બકવાસ છે અને તેને સંપૂર્ણપણે નકારી કાઢવો જોઈએ.રાહુલ ગાંધીએ લોકસભામાં વિવાદમાં તેમનું નામ લેતાં દોડતા થઈ ગયેલા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ તો પ્રેસ કોન્ફરન્સ કરી નાંખી. પુરીએ એપસ્ટીનના ગુનાહિત કેસો સાથે પોતાને કોઈ સંબંધ હોવાના આક્ષેપોને બકવાસ ગણાવ્યા છે પણ સાથે સાથે કબૂલ્યું છે કે, પોતે જેફરી એપસ્ટીનને ત્રણ-ચાર વાર મળ્યા હતા પણ પણ તેમની વાતચીત અને મુલાકાતો સંપૂર્ણપણે પ્રોફેશનલ હતી. ટૂંકમાં મોદી કે હરદીપસિંહ પુરીને એપસ્ટીનના ખરાબ ધંધા સાથે કોઈ રીતે જોડી શકાય તેમ નથી. કોંગ્રેસે રાજકીય ફાયદાને ખાતર આ સ્તરે જવાની જરૂૂર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *