ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આગામી 23 જુલાઈથી શરૂૂ થઈ રહેલી ઝિમ્બાબ્વે સામેની 3 મેચની ઝ20 સિરીઝ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ યુવા ટીમની કમાન શ્રેયસ ઐયરને સોંપવામાં આવી છે. જોકે, આ પસંદગીમાં સૌથી મોટો આંચકો સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસનને લાગ્યો છે, જેને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો છે.
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પસંદ કરાયેલી આ ટીમમાં પસંદગીકારોએ યુવા ચહેરાઓ પર મોટો ભરોસો મૂક્યો છે. લાંબા સમયની ઈજા બાદ ફાસ્ટ બોલર મયંક યાદવે ટીમમાં વાપસી કરી છે. આ ઉપરાંત, પોતાની બેટિંગથી ચર્ચામાં આવેલા યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પણ ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે. વિકેટકીપિંગની જવાબદારી ઈશાન કિશન અને પ્રભસિમરન સિંહ સંભાળશે, જ્યારે તિલક વર્માને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ ટીમમાં કેટલાક નવા (અનકેપ્ડ) ખેલાડીઓને પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રતિભા બતાવવાની શાનદાર તક મળી છે.
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતની 15 સભ્યોની ઝ20 ટીમ: શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (ઉપ-કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિંકુ સિંહ, હર્ષ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ
