વસતી ગણતરીની કામગીરીમાં વ્યાપક વિસંગતતાઓ અને અસમાન કાર્યભારને લઇ શિક્ષકોમાં અસંતોષ

રાજકોટ જિલ્લામાં આગામી વસ્તી ગણતરી-2027ની કામગીરીના આયોજનમાં વ્યાપક વિસંગતતાઓ અને અસમાન કાર્યભારને લઈને શિક્ષકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. આ બાબતે ’રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક…

રાજકોટ જિલ્લામાં આગામી વસ્તી ગણતરી-2027ની કામગીરીના આયોજનમાં વ્યાપક વિસંગતતાઓ અને અસમાન કાર્યભારને લઈને શિક્ષકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. આ બાબતે ’રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ’ દ્વારા નિવાસી અધિક કલેક્ટરને એક લેખિત રજૂઆત પત્ર પાઠવી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. સંઘના હોદ્દેદારો પ્રમુખ દિવ્યેશભાઈ રાખોલિયા, મહામંત્રી કિરીટસિંહ વાળા તથા પુનિતભાઈ સવસાણીએ જણાવ્યું છે કે જો આ વિસંગતતાઓ વહેલી તકે દૂર કરવામાં નહીં આવે તો વસ્તી ગણતરી અને શિક્ષણકાર્ય બંને ખોરવાઈ જવાની ભીતિ છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં એક જ ગણતરીદારને એક કરતાં વધુ બ્લોક સોંપી દેવાયા છે, જ્યારે અમુક જગ્યાએ ઓછો કાર્યભાર છે.

આ અસમાનતા દૂર કરી સમાન આયોજન થવું જોઈએ. ગોંડલ, કોટડા સાંગાણી, ધોરાજી, લોધિકા અને રાજકોટ તાલુકાના ઇન્ડસ્ટ્રિયલ તથા અંતરિયાળ વિસ્તારોમાં મોટી સંખ્યામાં મહિલા શિક્ષિકાઓની નિમણૂક કરાઈ છે. સુરક્ષા અને સુવિધાને ધ્યાને રાખી તેમને તેમના નિવાસસ્થાન કે કાર્યસ્થળની નજીક જ ફરજ સોંપવી જોઈએ. નિયમ મુજબ એક બ્લોકમાં 800 થી 900ની વસ્તી હોવી જોઈએ, પરંતુ તેના બદલે 1200 થી 1500 કે તેથી વધુ વસ્તીવાળા બ્લોક ફાળવી દેવાયા છે. મામલતદારઓ દ્વારા આનું તાત્કાલિક પુનર્ગઠન થાય તે જરૂૂરી છે.જિલ્લામાં ઉપલબ્ધ રિઝર્વ ગણતરીદારોનો પૂરતો ઉપયોગ કરાયો નથી. બીજી તરફ, અનેક બ્લોક 8 કિલોમીટરથી પણ વધુ મોટા હોવાથી ઘર-ઘર ફરીને માહિતી એકત્ર કરવી ખૂબ મુશ્કેલ બની રહી છે.સુપરવાઇઝરોને પણ તેમના કાર્યસ્થળથી ખૂબ દૂર ફરજ સોંપાતા દેખરેખ અને સંકલનમાં મુશ્કેલી પડી રહી છે.

તેમાં સ્થાનિકતાને પ્રાધાન્ય આપવું જોઈએ.શાળાઓમાં 80 થી 100% સ્ટાફ રોકાઈ જતા શિક્ષણ પ્રભાવિત: જિલ્લાની ઘણી શાળાઓમાં 80% થી 100% સુધીનો શિક્ષક સ્ટાફ આ કામગીરીમાં જોડી દેવાયો છે, જેનાથી વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય ગંભીર રીતે જોખમાયું છે. જે કર્મચારીઓ પહેલેથી જ બીએલઓ તરીકે મહત્વની ચૂંટણીલક્ષી કામગીરી કરે છે, તેમને ફરજિયાત વસ્તી ગણતરીમાં ન જોડતા અન્ય કર્મચારીઓનો વિકલ્પ આપવો જોઈએ.શિક્ષક સંઘે પત્રના અંતે સ્પષ્ટ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત અને સરકારી કામગીરી સુચારુ રૂૂપે ચાલે તે માટે વહીવટી તંત્ર દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાએ તાત્કાલિક ’ફરિયાદ નિવારણ વ્યવસ્થા’ ઊભી કરવામાં આવે. જો આ પડતર પ્રશ્નો પર હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો શિક્ષકોનો વ્યાપક અસંતોષ સરકારી કામગીરી પર પણ અસર કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *