રાજકોટના મોરબી હાઇવે પર આવેલા રામજી મંદિરના બગીચામા શિક્ષકે આર્થીક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મિત્ર સાથે બાંધકામનો વ્યવસાય પણ કરતા શિક્ષકે ઝેરી દવા પી મિત્રને ફોન કરતા આ અંગેની જાણ થઇ હતી. મિત્રએ શિક્ષકને સારવાર માટે હોસ્પીટલે ખસેડયા પરંતુ સારવાર મળે તે પુર્વે જ શિક્ષકનુ મોત થયુ હતુ.
મળતી વિગતો મુજબ સાધુ વાસવાણી રોડ પર સિલ્વર આઇકોનમા રહેતા અને સામાકાંઠે માસુમ વિધાલયમા ધો. 8-9-10 મા સાયન્સનો અભ્યાસ કરાવતા શિક્ષક રજનીકાંતભાઇ લાલજીભાઇ કાલરીયા ઉ.વ. પ6 એ આજે બપોરે મોરબી રોડ રત્નપર ગામે આવેલા રામજી મંદિરના બગીચામા ઝેરી દવા પી લીધી હતી જેની જાણ બાંધકામ વ્યવસાયમા તેમના ભાગીદાર કાંતીભાઇ પટેલને જાણ કરતા તેઓ રામજી મંદિર ખાતે દોડી ગયા હતા અને રજનીકાંતભાઇને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડયા હતા. પરંતુ સારવાર મળે તે પુર્વે જ તેમનુ મોત થયુ હતુ.
બનાવ અંગેની જાણ થતા રજનીકાંતભાઇના પત્ની જાગૃતિબેન અને પુત્ર તપોવન પણ હોસ્પીટલે દોડી આવ્યા હતા. રજનીકાંતભાઇએ આર્થીક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યાનુ પરીવારજનોએ જણાવ્યુ હતુ. રજનીકાંતભાઇ બે ભાઇમા મોટા હતા તેમનો પુત્ર તપોવન ધો. 1ર મા અભ્યાસ કરે છે જયારે મોટી પુત્રીના લગ્ન થઇ ગયા છે. મુળ મોરબીના બગસરાના વતની રજનીકાંતભાઇ નિત્યક્રમ મુજબ સવારે 10 વાગ્યે ઘરેથી નિકળ્યા બાદ તેના મિત્ર કાંતીભાઇની સાઇટે જતા હોય અને ત્યાથી બપોરે શાળાએ નોકરીએ જાય છે આજે સવારે તેઓ બંને જગ્યાએ જવાના બદલે સીધા રામજી મંદિરે ગયા હતા અને જયા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.