ભાવનગર કરી પંથકમાં સગીરાનું અપહરણ શિક્ષકે આચરેલુ દુષ્કર્મ

ભાવનગર જિલ્લાના અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શિક્ષકે પોતાની જ પૂર્વ સગીર વયની વિદ્યાર્થિનીનું અપહરણ કરી તેની પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. જો…

ભાવનગર જિલ્લાના અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શિક્ષકે પોતાની જ પૂર્વ સગીર વયની વિદ્યાર્થિનીનું અપહરણ કરી તેની પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. જો કે, અલંગ પોલીસની ટીમે ગુનો દાખલ થયાના ગણતરીના કલાકોમાં જ ત્વરિત કાર્યવાહી કરીને નરાધમ શિક્ષકને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

મળતી વિગતો મુજબ ગઈકાલે તા. 16/6/2026ના રોજ બપોરે 15/45 વાગ્યે એક ફરિયાદીએ અલંગ પોલીસ સ્ટેશનમાં આવીને લેખિત રજૂઆત કરી હતી કે, તેમની સગીર વયની દીકરીનું શિક્ષક તરીકે નોકરી કરતા કરણભાઈ વિનોદભાઈ પરમાર (રહે. શિહોર) નામના શખ્સે અપહરણ કરી જઈ તેની પર દુષ્કર્મ આચર્યું છે.આ ગંભીર મામલે અલંગ પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અલંગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ. દેસાઈએ આગળની તપાસ પોતાના હસ્તક લીધી હતી. આરોપીને સત્વરે શોધી કાઢવા માટે પી.આઈ. દેસાઈના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી.

અલંગ પોલીસની આ ટીમે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કરીને ગુનો દાખલ થયાના ગણતરીના કલાકોમાં જ આરોપી કરણભાઈ વિનોદભાઈ પરમાર (ઉં.વ. 30, રહે. રોહીદાસનગર, કરકોલીયા રોડ, સાઈબાબા મંદિરની પાસે, શિહોર, જિ. ભાવનગર) ને દબોચી લીધો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની જેલભેગા કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *