વેરાવિભાગે વધુ 3 મિલકત સીલ કરી રહેણાકનું 1 નળ જોડાણ કાપ્યું

બાકીદારો પાસેથી સ્થળ ઉપર રૂા. 32.98 લાખની વેરાવસુલાત કરી મનપાના વેરાવિભાગ દ્વારા મિલ્કતવેરો બાકી હોય તેવા આસામીઓ વિરુદ્ધ સીલીંગ અને જપ્તીની ઝુંબેશ શરૂ કરી છે.…

બાકીદારો પાસેથી સ્થળ ઉપર રૂા. 32.98 લાખની વેરાવસુલાત કરી

મનપાના વેરાવિભાગ દ્વારા મિલ્કતવેરો બાકી હોય તેવા આસામીઓ વિરુદ્ધ સીલીંગ અને જપ્તીની ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત આજરોજ પાંચ વોર્ડમાં રિકવરી ઝઉંબેશ હાથ ધરી કોમર્શીયલની 3 મિલ્કતો સીલ કરી રહેણાકના એક નળ જોડાણ કાપ્યા બાદ સ્થળ ઉપર રૂા. 32.98 લાખની વેરાવસુલાત કરી હતી.

મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા આજે હિમંતનગર મેઇન રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.00 લાખ, મોચીનગરમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.40,000, શ્રી મહાત્મા ગાંધી સોસાયટી હાઉસિંગ સોસાયટી 1-યુનિટના બાકી માગના સામે સીલ ણીએ કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.2.00 લાખ, હૂડકો રીંગ રોડ પર આવેલ 1-નળ કનેકશન કપાત સામે રીકવરી રૂૂ.52,351, મારૂૂતિ ઓદ્યોગીક વિસ્તારમાં 1-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.64,010, ઢેબર રોડ પર આવેલ 1-યુનિટને સીલ મારેલ, 80 ફૂટ રોડ પર આવેલ 1-યુનિટને સીલ મારેલ, બેડીનાકા પાસે આવેલ 1-યુનિટને સીલ મારેલ, કોઠારીયા રોડ પર આવેલ 5-યુનિટના બાકી માગના સામે સીલને કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.2.78 લાખની કરી હતી.

આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *