શહેરમાં પ્રવેશ ન અપાતા કલેક્ટરને રોષપૂર્ણ રજૂઆત, વળતર માટે વેલ્યુએશન કમિટીની રચના
વીજલાઈન મુદે ચાલી રહેલા વિવાદમાં આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ પાલભાઈ આંબલીયાની આગેવાનીમાં ખેડૂતોએ વિશાલ ટ્રેક્ટર રેલી યોજી હતી ટંકારાથી મોરબીની રાજપર ચોકડી સુધી ટ્રેક્ટર રેલી યોજી હતી અને બાદમાં ટ્રેક્ટર રેલીને શહેરમાં પ્રવેશ નહિ મળતા આગેવાનો કલેકટરને મળ્યા હતા અને રોષભેર રજૂઆત કરી હતી.
ખેડૂતોની વિશાલ ટ્રેક્ટર રેલીને પગલે મોરબીમાં બે ડીવાયએસપી, 8 પીઆઈ, 15 જેટલા પીએસઆઈ અને 100 થી વધુ પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો 300 જેટલા ટ્રેક્ટર સાથેની વિશાલ રેલી મોરબી આવી પહોંચતા રાજપર ચોકડી પાસે અટકાવી દેવામાં આવી હતી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ નહિ માટે ટ્રેક્ટર રેલીને શહેરમાં પ્રવેશ ના આપવામાં આવ્યો હતો અને આગેવાનોએ જીલ્લા કલેકટરને રૂૂબરૂૂ મળીને ખેડૂતોના વીજ લાઈન મુદે રજૂઆત કરવામાં આવી હતી.
ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં પાલભાઈ આંબલીયા ઉપરાંત કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, લાલજીભાઈ દેસાઈ, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના અગ્રણીઓ જોડાયા હતા ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા કલેકટરને આવેદન પાઠવ્યું હતું અને ખેડૂતોના ખેતરમાં મંજુરી વિના પ્રવેશ કરવા, જમીન વળતર રાજસ્થાન મુજબ ચાર ગણું આપવું, વીજ પોલ પ્રમાણે વળતર અને ફેન્સીંગમાં દર મહીને વળતર સહિતની માંગણીઓ કરવામાં આવી હતી.
ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલીયાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે વીજલાઈન પ્રશ્ને 327 ખેડૂતોને સાંભળવા બોલાવ્યા હતા અને રાતોરાત રદ કરવામાં આવ્યું હતું તેમજ ટ્રેક્ટર ના આવવા દેવા પ્રયાસ કર્યા હતા છતાં કલેકટરે મળવા બોલાવ્યા હતા જેથી રજૂઆત કરી હતી કે કંપની નિયમોનું પાલન કરતી નથી તેમજ જમીન સંપાદન કાયદા સહિતના પ્રશ્નો રજુ કર્યા હતા પરંતુ કલેકટર પાસે જવાબ નથી તેમજ જાહેરનામાં પૂર્વે ટંકારાના ખેડૂતની જમીન બિનખેતી થઇ હતી છતાં ખેતરમાં કેમ લાઈન નાખવામાં આવી સહિતની રજૂઆત કરી હતી જેથી ખેડૂતોના પ્રશ્ને નિર્ણય ના આવે ત્યાં સુધી કામ ના કરવા કંપનીને સુચના આપવામાં આવે તેવી માંગ કરી હતી કલેકટર ખેડૂતોના પ્રશ્નો મુક પ્રેક્ષક બની સાંભળતા રહ્યા હોવાના પ્રહારો કર્યા હતા.
જીલ્લા કલેકટરે ખેડૂતોની રજૂઆત મામલે જણાવ્યું હતું કે આજે ખેડૂતોએ વીજલાઈન મુદે રજૂઆત કરી હતી વીજલાઈન કચ્છમાંથી મોરબી જીલ્લામાં પસાર થાય છે જે ખેતર, સરકારી ખરાબામાં જરૂૂર મુજબ પોલ નાખવામાં આવે છે ખેડૂતોને વળતર માટે જંત્રી મુજબ વળતર મળે છે છતાં ખેડૂતોની રજૂઆતને પગલે રાજ્ય સરકાર તરફથી જીલ્લા લેવલે વેલ્યુએશન કમિટીની રચના કરી ખેડૂતોને યોગ્ય ભાવ મળે તેવા પ્રયત્નો કર્યા છે છતાં ખેડૂતોમાં અસંતોષ અને નારાજગી જોવા મળી રહી છે આજે ટંકારા ખેડૂતોના પ્રશ્ને આજે વિપક્ષ નેતાઓ સાથે રેલી યોજવામાં આવી હતી.
રેલીને ટંકારા મામલતદાર દ્વારા મંજુરી ના હતી અને મોરબીમાં મંજુરી આપી હતી પરંતુ વિશાલ ટ્રેક્ટર રેલી શહેરમાં પ્રવેશે તો ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈના જાય અને અવ્યવસ્થાના સર્જાય માટે આગેવાનોને સમજાવ્યા હતા અને રેલી કલેકટર કચેરી સુધી આવી ના હતી આગેવાનોએ રજૂઆત કરી છે.
