181 મહિલા હેલ્પ લાઇન મહિલાની સુરક્ષા અને ન્યાય માટે 24 કલાક કાર્યરત છે ત્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણામા આત્મહત્યા કરવા જતી મહિલાને નવજીવન આપ્યું હતું. આ બનાવ ની જાણવા મળતી વિગત મુજબ 112 જનરક્ષક હેલ્પલાઇન માંથી 181 મહિલા હેલ્પ લાઈનમાં કોલ ટ્રાન્સફર કરવામાં આવેલો હતો મહિલા માનસિક તણાવ માં આત્મહત્યા કરવાનો વિચારી રહ્યા છે ગંભીરતા સમજી પાલીતાણા અભયમ ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી. અભયમ ટીમે પીડિતાનું કાઉન્સેલિંગ કર્યું.
અભ્યમ ટીમ ના કાઉન્સેલર ને કાઉન્સેલિંગ દ્વારા જાણવા મળ્યું હતું કે પીડિતા લાંબા સમયથી માનસિક રીતે ભાંગી પડ્યા હતા. તને એવું લાગતું હતું કે તેમના નિર્ણયને ઘરમાં કોઈ મુલ્ય નથી. જીવન નકામું હોવાને નિરાશા સાથે શું કરે છે? આત્મહત્યા કરવાના ઇરાદે નીકળી ગયા હતા. ટીમે ધીરજપૂર્વક પીડિતાનું કુછળ કાઉન્સિલિંગ કર્યું. તમને સમજાવ્યું કે માનવજીવન અમૂલ્ય છે મુશ્કેલીઓનો અંત આત્મહત્યા નથી, કાઉન્સિલિંગ ના અંતે મહિલાને નવજીવન જીવવાની ચેતના જાગી તેમને પોતાનો આત્મહત્યા કરવાનો વિચાર માંડી વાળ્યો હતો. અગાઉ પણ મહિલા ઘરેથી નીકળી ગયા હતા.
કાઉન્સેલિંગ દરમ્યાન પીડિતા એ પોતાના પરિવાર વિશે માહિતી આપી હતી. તપાસ કરતા માલુમ પડ્યું કે સારી ન હોય તેથી તેને દવાઓ પણ ચાલી રહી હતી અને અગાઉ પણ મહિલા ઘરે થી નીકળી ગયા હતા. અભયમ ટીમે પીડિતાના પતિ અને પરિવારને બોલાવીએ પીડિતાની લાગણીઓનું ધ્યાન રાખવા સૂચન કર્યું,માનસિક સ્વાસ્થ્ય બાબતે વધુ કાળજી લેવા સમજાવ્યા,સુખદ સમાધાન બાદ મહિલા ને હેમખેમ પરિવારને સોંપ્યા.આમ, 181 અભ્યમ ટીમ ની સમય સૂચકતા અને અસરકારક કાઉન્સેલિંગ ના કારણે એક હસતું રમતું પરિવાર વિખેરાતા બચી ગયું.
