શાંતિ અંગે શંકાના વાદળો વચ્ચે પાક.માં મંત્રણાનો ધમધમાટ

લેબેનોનથી ડહોળાયેલા યુધ્ધવિરામને પુન: લાગુ કરવાની મથામણ : અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વાન્સના અભિગમ પર નજર, ઈરાનનું પ્રતિનિધિ મંડળ મોડું પહોંચતા યજમાન-અતિથિ ચિંતિત અખાતી યુધ્ધમાં ઈઝરાયેલે લેબેનોન…

લેબેનોનથી ડહોળાયેલા યુધ્ધવિરામને પુન: લાગુ કરવાની મથામણ : અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વાન્સના અભિગમ પર નજર, ઈરાનનું પ્રતિનિધિ મંડળ મોડું પહોંચતા યજમાન-અતિથિ ચિંતિત

અખાતી યુધ્ધમાં ઈઝરાયેલે લેબેનોન પર કરેલા યુધ્ધ વિરામ જાહેર થયા પછીના હુમલાને કારણે માંડ થાળે પાડીને અટકેલા અખાતી યુધ્ધમાં ફરી વાતાવરણ ડહોળાયા બાદ આજે પાકિસ્તાનની મધ્યસ્થી સાથે ઈસ્લામાબાદમાં યુધ્ધના ત્રણેય પક્ષકારો અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે લાંબા ગાળાની શાંતિ સ્થાપવા માટેની સત્તાવાર મંત્રણાનો આરંભ થયો છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વાન્સ જેઓ પહેલેથી જ યુધ્ધ અટકાવવાના પક્ષમાં સક્રિય છે તેઓ ઈસ્લામાબાદ સહેજ વહેલા પહોંચી ગયા છે અને ઈરાનની રાજકીય તથા રાજદ્વારી પાંખના પ્રતિનિધિઓનું વિમાન મોડું હોવાથી તેઓની રાહ જોવાઈ રહી હતી. ઈરાન અમેરિકા વચ્ચેના સંબંધોમાં નવા નવા ઉતાર ચડાવ ચાલુ જ રહ્યાં છે. આજે કુવૈત પર થયેલા હુમલાને કારણે અમેરિકાની ખિન્નતા વધી હતી, જ્યારે હોર્મુઝ સ્ટ્રેઈટ ખોલવાના મુદ્દાની ટક્કર હવે ટોલ ટેકસ વસુલવા અંગેના નવા મતભેદમાં રૂપાંતરિત થતાં ફરી યુએસ-ઈરાન સામસામા છેડે જ રહ્યાં છે.

શાંતિ મંત્રણા અગાઉ જ કુવૈતમાં હુમલો, ઈરાને ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યો, હજુ ઈસ્લામાબાદ નથી પહોંચ્યા ઇરાની અધિકારીimage US-Iran peace talks Pakistan : અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ઉતાર-ચઢાવ ચાલુ છે. હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં આવ્યા બાદ હવે ફી વસુલવાના મુદ્દે નવો વિવાદ છેડાયો છે. આજની મંત્રણામાં ઈરાનનું રાજકીય-રાજદ્વારી પ્રતિનિધિ મંડળ મોડું પહોંચતાં યજમાન દેશ પાકિસ્તાન અને અમેરિકા ઈઝરાયેલ ચિંતામાં મુકાયા હતાં.

કુવૈત દ્વારા કરવામાં આવેલા હુમલાના દાવા પર ઈરાની સૈન્ય (IRGC) એ આકરો જવાબ આપ્યો છે. કુવૈતનો આરોપ હતો કે ઈરાન અને તેના સમર્થિત જૂથોએ તેમના પર હુમલો કર્યો છે, પરંતુ ઈરાને આ અહેવાલોને જૂઠા ગણાવ્યા છે. ઈરાની સેનાએ વળતો પ્રહાર કરતા કહ્યું છે કે, જો મીડિયામાં પ્રકાશિત આ અહેવાલો સાચા હોય, તો તેમાં કોઈ શંકા નથી કે આ કૃત્ય ’યહૂદી દુશ્મન’ (ઈઝરાયલ) અને અમેરિકાનું જ ષડયંત્ર છે. કુવૈતે આ હુમલા પાછળ ઈરાન અને તેના સમર્થક લડાકૂઓને જવાબદાર ઠેરવ્યા છે. બીજી બાજુ સાઉદી અરબે પણ તેની ઈસ્ટ વેસ્ટ પાઈપ લાઈનને નુકસાન થયાની પુષ્ટી કરી છે. જેના કારણે લગભગ 7 લાખ પ્રતિ દિવસ બેરલ ઓઈલનો સપ્લાય ઠપ થઇ ગયો છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, હોર્મુઝ સ્ટ્રેટ માંથી પસાર થતા તેલના ટેન્કરો પાસેથી ઈરાન ફી વસૂલી રહ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, “આવું ન થવું જોઈએ, અને જો ઈરાન આવું કરી રહ્યું હોય તો તેણે તાત્કાલિક અસરથી આ ટેક્સ વસૂલાત બંધ કરવી જોઈએ.”

પાકિસ્તાનના પંજાબ વિધાનસભામાં એક અજીબોગરીબ પ્રસ્તાવ રજૂ થયો છે. ઙખક-ગ ના નેતા રાણા મોહમ્મદ અરશદે વડાપ્રધાન શહેબાઝ શરીફ, સેના પ્રમુખ આસિમ મુનીર અને વિદેશ મંત્રી ઈશાક ડારને ’નોબેલ શાંતિ પુરસ્કાર’ આપવાની ભલામણ કરી છે. તેમના મતે આ નેતાઓએ વૈશ્વિક શાંતિ સ્થાપવામાં મોટી ભૂમિકા ભજવી છે.

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ દ્વારા સોશિયલ મીડિયા પર ઈ-17 ગ્લોબમાસ્ટર III વિમાનની ખાસિયતો જણાવી હિલચાલ તેજ કરી છે. આ વિમાન 1.70 લાખ પાઉન્ડથી વધુ વજનના કાર્ગો સાથે માત્ર 3500 ફૂટના ટૂંકા રનવે પર ઉતરી શકે છે, જે મધ્ય-પૂર્વમાં અમેરિકાની મજબૂત લશ્કરી પકડ દર્શાવે છે.

11 એપ્રિલે ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિમંડળ વચ્ચે પાકિસ્તાનમાં બેઠક યોજાવાની છે. આ બેઠકની સુરક્ષાની સમીક્ષા કરવા અમેરિકાથી 30 સભ્યોની એડવાન્સ ટીમ ઇસ્લામાબાદ પહોંચી છે. પાકિસ્તાન આ ઐતિહાસિક શાંતિ વાટાઘાટો માટે કોઈ કચાસ છોડવા માંગતું નથી. નાટોના સેક્રેટરી જનરલ માર્ક રુટે જણાવ્યું કે, ટ્રમ્પ ઈચ્છે છે કે યુરોપિયન દેશો હોર્મુઝની સુરક્ષા માટે ઠોસ પ્રતિબદ્ધતા આપે.

યુક્રેન સાથેના યુધ્ધમાં હવે રશિયાએ સ્વયં જાહેર કર્યું યુદ્ધવિરામ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે હવે રશિયા અને યુક્રેન સરહદેથી શાંતિના સમાચાર આવ્યા છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને આગામી ઓર્થોડોક્સ ઈસ્ટરના તહેવારને ધ્યાનમાં રાખીને બે દિવસના યુદ્ધવિરામની (સીઝફાયર) જાહેરાત કરી છે. ક્રેમલિન દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી યુદ્ધના મેદાનમાં થોડા સમય માટે તોપો શાંત રહેશે તેવી આશા જાગી છે. ક્રેમલિનના નિવેદન અનુસાર, આ વર્ષે 12મી એપ્રિલે ઓર્થોડોક્સ ઈસ્ટર ઉજવવામાં આવશે. જેને લઈને 11મી એપ્રિલ સવારથી 12મી એપ્રિલની સાંજ સુધી યુદ્ધવિરામ લાગુ રહેશે. રશિયાના સંરક્ષણ મંત્રી આન્દ્રે બેલોસોવે ચીફ ઓફ જનરલ સ્ટાફ વેલેરી ગેરાસિમોવને તમામ મોરચે લશ્કરી કાર્યવાહી તાત્કાલિક અસરથી રોકવા નિર્દેશ આપ્યા છે. જોકે, રશિયન સૈન્યને સૂચના આપવામાં આવી છે કે દુશ્મન પક્ષ તરફથી થનારી કોઈપણ ઉશ્કેરણી કે આક્રમક કાર્યવાહીનો જવાબ આપવા માટે તૈયાર રહેવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *