આતંકવાદી પરિવારોને પેન્શન આપતા તોયબાના કમાન્ડરનું મોત

લશ્કર-એ-તય્યબાના વરિષ્ઠ કમાન્ડર કારી સઈદનું પાકિસ્તાનના ઇસ્લામાબાદની કુબાની મસ્જિદમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. મસ્જિદમાં આવતાં પહેલાં કારી સઈદે કોઈ અજ્ઞાત સ્થળે ભોજન કર્યું હોવાનું…

લશ્કર-એ-તય્યબાના વરિષ્ઠ કમાન્ડર કારી સઈદનું પાકિસ્તાનના ઇસ્લામાબાદની કુબાની મસ્જિદમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. મસ્જિદમાં આવતાં પહેલાં કારી સઈદે કોઈ અજ્ઞાત સ્થળે ભોજન કર્યું હોવાનું કહેવાય છે, જ્યાં તે અચાનક પડી ગયો હતો અને મૃત્યુ પામ્યો હતો. ભારતમાં ઠાર થતા આતંકવાદીઓના પરિવારોને પેન્શન પૂરું પાડવાનું અને આતંકવાદીઓની ભરતી કરવાનું કામ કારી સઈદ કરતો હતો.

તે હાફિઝ સઈદના નજીકના કમાન્ડરોમાંનો એક હતો. અજ્ઞાત સ્થળે ભોજન કર્યા બાદ તે મસ્જિદના પ્રવેશદ્વાર પાસે પહોંચતાં જ પડી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું. તેના મૃત્યુનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ નથી. કારી સઈદ કથિત રીતે જમ્મુ અને કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં ઠાર થતા પાકિસ્તાનના આતંકવાદી જૂથના આતંકવાદીઓના પરિવારો સાથે સંપર્ક જાળવતો હતો અને તેમને સહાય પૂરી પાડવા માટે કામ કરતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *