રાજકોટના મહાલક્ષ્મી મિત્ર મંડળની સ્કીમના નામે તાલાલાના વેપારી સાથે 96 હજારની છેતરપિંડી

ગીર સોમનાથ જીલ્લાના તાલાલામા રહેતા વેપારી સાથે રાજકોટનાં પિતા અને બે પુત્રોએ 96 હજારની છેતરપીંડી કરતા આ મામલે પોલીસમા ફરીયાદ નોંધવા અરજી કરાઇ છે. મહાલક્ષ્મી…

ગીર સોમનાથ જીલ્લાના તાલાલામા રહેતા વેપારી સાથે રાજકોટનાં પિતા અને બે પુત્રોએ 96 હજારની છેતરપીંડી કરતા આ મામલે પોલીસમા ફરીયાદ નોંધવા અરજી કરાઇ છે. મહાલક્ષ્મી મિત્ર મંડળનાં નામે ઇનામી સ્કીમમા રોકાણ કરાવી અને 96 હજાર રૂપીયાની છેતરપીંડી કરી હોવાનુ અરજીમા જણાવ્યુ છે.

તાલાલામા રહેતા વેપારી મનોજ તુલસીદાસ સોઢાએ તાલાલા પોલીસ મથકમા કરેલી અરજીમા રાજકોટનાં સાંગણવા ચોકમા રહેતા દિપક રાયઠઠ્ઠા તથા તેના પુત્ર અનીસ ડી. રાયઠઠ્ઠા અને વિરાજ ડી. રાયઠઠ્ઠાનુ નામ આપ્યુ છે. વેપારીએ ફરીયાદમા જણાવ્યા મુજબ આ ત્રીપુટીએ મહાલક્ષ્મી મિત્ર મંડળનાં નામે ઇનામી ડ્રો ની સ્કીમ કાઢી હતી જેમા દર મહીને રૂ. 1ર00 લેખે 40 હપ્તાની રકમ 48 હજાર ભરવાની અને જો વચ્ચેથી ડ્રો મા જીત થાય તો ગાડી અથવા રોકડ રકમ આપવામા આવશે અને જો ઇનામ ન લાગે તો રૂપીયા પરત આપવાની વાત કરી હતી.

જેથી મનોજભાઇએ પુત્રી ધારાનાં નામે તથા ભાણેજ ધ્રુવ દેવાણીએ પણ ટીકીટ ખરીદી હતી અને રૂપીયા રોકડા આપ્યા બાદ ટીકીટની કુલ રકમ 96 હજારનુ ઇનામ લાગ્યુ ન હોય જેથી આ 96 હજારની રકમ પરત આપવાની હોય છે ત્યારે આ રકમ પરત નહી આપીને છેતરપીંડી કરતા આ મામલે વેપારીએ તાલાલા પોલીસ મથકમા મહાલક્ષ્મી મિત્ર મંડળનાં દિપક રાયઠઠ્ઠા, અનીષ રાયઠઠ્ઠા અને વિરાજ રાયઠઠ્ઠા વિરુધ્ધ ગુનો નોંધવા અરજી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *