T20 વર્લ્ડ કપમાં જાહેરાતથી એક હજાર કરોડથી વધુ કમાણી

  ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની છે, જેનાથી ટીમ ઈન્ડિયા અને સમગ્ર રાષ્ટ્રને ઉજવણી કરવાનું કારણ મળ્યું હતું. રેકોર્ડ ત્રીજી અને સતત બીજી…

 

ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની છે, જેનાથી ટીમ ઈન્ડિયા અને સમગ્ર રાષ્ટ્રને ઉજવણી કરવાનું કારણ મળ્યું હતું. રેકોર્ડ ત્રીજી અને સતત બીજી વખત ખિતાબ જીતીને, ટીમ ઈન્ડિયાએ ઇતિહાસ રચ્યો. પરંતુ માત્ર ખેલાડીઓ અને ચાહકો જ નહીં, પણ આયોજક સંસ્થા, ICC અને ટુર્નામેન્ટ સાથે સંકળાયેલી બ્રાન્ડ્સ પાસે પણ ખુશ થવાનું કારણ હતું.

એક અહેવાલ મુજબ, ટી20 વર્લ્ડ કપ 2026એ ફક્ત જાહેરાત આવકમાં એક હજાર કરોડ રૂૂપિયાથી વધુની કમાણી કરી હતી, જેમાં ભારત-પાકિસ્તાન મેચ અને ફાઇનલ જેવી મેચોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ટીમ ઈન્ડિયાની જીતની સાથે વર્લ્ડ કપ પણ કંપનીઓ અને આયોજકો માટે એક મોટી જીત સાબિત થઈ, જેનાથી તેમને નોંધપાત્ર આવક મેળવવાની તક મળી. એક્સચેન્જ ફોર મીડિયાના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્લ્ડ કપે ફક્ત જાહેરાતોમાંથી ₹1500 કરોડ (આશરે 1.5 બિલિયન) થી વધુ આવક મેળવી હતી, એક પ્રારંભિક અંદાજ જે અંતિમ અહેવાલ પ્રકાશિત થાય ત્યાં સુધીમાં આ આંકડો હજુ વધી શકે છે.
ભારત-પાકિસ્તાન મેચ, સેમિફાઇનલ અને ફાઇનલ જેવી મેચો મુખ્ય આવકના સ્ત્રોત હતા, જ્યાં જાહેરાત દર ખૂબ ઊંચા હતા. ઈન્ડસ્ટ્રી સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે નિયમિત મેચો માટે 10-સેક્ધડની જાહેરાતનો દર લગભગ ₹7.5 લાખ હતી, પરંતુ ટુર્નામેન્ટ આગળ વધતાં કિંમત વધીને ₹15-16 લાખ થઈ ગઈ.

બહિષ્કારના વિવાદો વચ્ચે રમાયેલી ભારત-પાકિસ્તાન મેચ સ્પર્ધામાં પ્રભુત્વ ધરાવતી હતી, જેમાં 10-સેક્ધડની જાહેરાત સ્લોટ ₹20-25 લાખ કમાઈ હતી. વધુમાં, સેમિ-ફાઇનલ અને ફાઇનલ જેવી મેચો માટે જાહેરાત સ્લોટની કિંમત ₹15 થી 20 લાખની વચ્ચે હતી. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે આઇસીસીના ત્રણ સૌથી મુખ્ય સ્પોન્સર કંપની જેવી કે અરામકો, DP વર્લ્ડ અને અમીરાતે જાહેરાત પર ₹75-75 કરોડ ખર્ચ્યા હતા, જ્યારે અન્યોએ ₹15-20 કરોડ રુપિયા ખર્ચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *