વોર્મ-અપ મેચમાં ઇજા થયાનું કારણ
આઇપીએલ 2026 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ઝટકો લાગ્યો છે. તેમના ફાસ્ટ બોલર હર્ષિત રાણા આઇપીએલની 19મી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. મહત્વની વાત એ છે કે હર્ષિત આઇપીએલ 2026 માં રમશે નહીં, છતા તેને હજુ પણ 4 કરોડ રૂૂપિયા મળશે. આઇપીએલ 2026 માંથી હર્ષિત રાણાના બહાર થવાનું કારણ તેની ઈજા છે. જોકે હર્ષિતે પાછળથી તેની ઈજા માટે સર્જરી કરાવી હતી, પરંતુ તે હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી, જેના કારણે તેને આઇપીએલ 2026માંથી ખસી જવું પડ્યું હતું.
આઇપીએલ 2026 માં હર્ષિત રાણાનો પગાર 4 કરોડ રૂૂપિયા છે, જે તેને કેકેઆર તરફથી ન રમવા છતાં પણ મળશે. રાણાને આ પૈસા કેકેઆર તરફથી નહીં પરંતુ બીસીસીઆઇ તરફથી મળશે. બીસીસીઆઇના નિયમો મુજબ, જો કોઈ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતો ખેલાડી ઘાયલ થાય છે અને આખી સિઝન માટે ટુર્નામેન્ટમાંથી બહાર રહે છે, તો તેને તેનો સંપૂર્ણ પગાર મળશે. બીસીસીઆઇની આ નીતિ 2011 થી અમલમાં છે અને હજુ પણ અમલમાં છે. હર્ષિત રાણા પહેલા, રિષભ પંત અને દીપક ચહર આ નીતિનો લાભ મેળવી ચૂક્યા છે.
