અસહ્ય પીડાકારક રોગ ‘સંધિવા’ના લક્ષણો, કારણો અને ઉપાયો

સામાન્ય લોકોમાં સંધિવાથ તરીકે પ્રચલિત અને તબીબી ભાષામાં નરૂૂમેટોઇડ આર્થાઇટિસથ તરીકે ઓળખાતી સાંધાના સોજા અને દુખાવાની તકલીફ ઘણા લોકોને આખી જીંદગી પરેશાન કરતી હોય છે.…

સામાન્ય લોકોમાં સંધિવાથ તરીકે પ્રચલિત અને તબીબી ભાષામાં નરૂૂમેટોઇડ આર્થાઇટિસથ તરીકે ઓળખાતી સાંધાના સોજા અને દુખાવાની તકલીફ ઘણા લોકોને આખી જીંદગી પરેશાન કરતી હોય છે. સામાન્ય રીતે દર્દીની જીંદગીના ચોથા કે પાંચમા દાયકામાં શરૂૂ થતી આ બીમારી દર હજાર વ્યકિતમાંથી આઠ વ્યકિત ને પરેશાન કરે છે.એક જ કુટુંબમાં એક કરતાં વધારે વ્યકિતને આ બીમારી થવાની શક્યતા રહે છે.

સંધિવાના 100થી પણ વધુ પ્રકારો છે. આ રોગ મૂળરૂૂપે પ્યુરિન નામના પ્રોટીન મેટાબોલિઝમના વિકારથી થાય છે. લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે. વ્યક્તિ જ્યારે થોડીવાર માટે બેસે અથવા ઊંઘે તો આ જ યુરિક એસિડ સાંધામાં ભેગું થઈ જાય છે, જે અચાનક ચાલવા અને ઊઠવામાં તકલીફ આપે છે. જ્યારે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધે ત્યારે તે સંધિવાનું સ્વરૂૂપ લે છે. યોગ્ય કાળજી ન લેવાથી ઘૂંટણમાં દુખાવો ઘર કરી જાય છે.

સંધિવા થવાનું ચોકકસ કારણ હજી સુધી જાણી શકાય નથી. અમુક પ્રકારના જનીનિક બંધારણ ધરાવતાં લોકોમાં રૂૂમેટોઇડ ઓર્થાઇટીસ થવાની શકયતા અન્ય લોકો કરતાં વધુ હોય છે. રૂૂમેટોઇડ ઓર્થાઇટીસ સાથે સંકળાયેલા જનીનિક બંધારણ શરીરનાં તપાસ કરવાથી જાણી શકાય છે.

જનીનિક અથવા પ્રોટીન બંઘારણ ઉપરાંત અન્ય પર્યાવરણીય પરિબળ પણ આ રોગ કરવા માટે ફાળો આપે છે. એક સરખાં પ્રોટીન બંધારણ ધરાવતી દરેક વ્યકિતને રૂૂમેટોઇડ ઓર્થાઇટીસ થતો નથી. કારણ કે એક સિધ્ધાંત પ્રમાણે કોઇક પ્રકારના વાઇરસ કે બેકટેરિયાનો ચેપ રૂૂમેટોઇડ ઓર્થાઇટીસની પ્રક્રિયા શરૂૂ કરવામાં ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. અલબત્ત, કયા વાઇરસ કે બેકટેરીયાનો ચેપ આ રૂૂમેટોઇડ ઓર્થાઇટીસને વકરાવે છે. એ હજી ચોકકસપણે કોઇને ખબર નથી. સંધિવાના દુખાવા માટે સૌથી સામાન્ય જગ્યા મોટો અંગુઠો ના નીચેનો ભાગ છે .અન્ય સાંધા જેને અસર થઈ શકે છે તેમાં પગથિયા, ઘૂંટણ, કાંડા, આંગળીઓ અને કોણીનો સમાવેશ થાય છે. અમુક લોકોમાં પીડા એટલી વધારે હોય છે કે જો એમના અંગુઠા ને ચાદર પણ અડી જાય તો પીડા એકદમ તીવ્ર બની જાય છે. જરા પણ હલનચલન કરવાથી થતો સાંધાનો દુ:ખાવો એ રૂૂમેટોઇડ ઓર્થાઇટીસનું અગત્યનું લક્ષણ છે.

લાંબા સમય સુધી હલનચલન બંધ રહયા પછી એ સાંધા અકકડ થઈ જાય છે. સવારે ઊંઘમાંથી ઊઠર્યા પછી આશરે એકાદ કલાક સુધી બધા સાંધા અકકડ થઈ જાય છે. એવું રૂૂમેટોઇડ ઓર્થાઇટીસ ના ઘણા બધા દર્દીઓમાં જોવા મળે છે. સાંધાનો દુ:ખાવો અને એ અકકડ થઈ જવાની તકલીફ ઉપરાંત કયારેક ઝીણો તાવ રહેવો, વજન ઘટવું , અશકિત આવવી, વગેરે તકલીફો પણ ક્યારેક દેખાય છે. ગરદનના સાંધા પણ ક્યારેક આ બીમારીની અડફેટમાં આવી જાય છે. જે ગરદન અને માથાના પાછળના ભાગમાં દુ:ખાવો કરે છે.
રૂૂમેટોઇડ ઓર્થાઇટીસને કારણે લાંબે ગાળે સાંધાઓ બેડોળ બની જાય છે. હાથની હથેળી અને આંગળીઓમાં સાંધામાં આવુ બહુ સામાન્યપણે જોવા મળે છે. હથેળી અને આંગળીઓ ઝેડથ આકારથી વળી ગયેલાં જોવા મળે છે. કયારેક આંગળીના છેલ્લા વેઢા અંદર તરફ વળી જાય છે અને બાકીનો ભાગ એકદમ સીધો રહે છે. આંગળી કે અંગૂઠો કાયમ વળેલો રહે અથવા અંગૂઠાના મુળ પાસેથી અંગૂઠો ત્રાંસો રહે એવું બને છે.
સંધિવા થી પીડાતા દર્દીઓ માં અસાધારણ રીતે થાઇરોઇડ હોર્મોન (હાયપોથાઇરોડિઝમ) નું સ્તર નીચે જવાની શક્યતા વધી જાય છે.

આ ઉપરાંત સાંધાઓ ઉપરાંત, રૂૂમેટોઇડ ઓર્થાઇટીસના દર્દીમાં શરીરના અન્ય અવયવને પણ નુકસાન પહોંચી શકે છે. નાની નાની ગાંઠ ઘણા દર્દીઓમાં જોવા મળે છે. સ્નાયુઓની કમજોરી અને સ્નાયુઓ પાતળા થઈ જવાની તકલીફ પણ કેટલાક દર્દીઓમાં જોવા મળે છે. હાથ-પગમાં ઝણઝણાટી થવી કે ખાલી ચઢી જવી વગેરે ચિહુન જોવા મળે છે. ક્યારેક ફેફસાં કે હૃદયની આસપાસ પાણી ભરાઇ જવાની તકલીફ પણ થાય છે. આંખ અને લાળગ્રંથિઓ સુકાઇ જવાની તકલીફ પણ કેટલાક લોકોમાં રૂૂમેટોઇડ ઓર્થાઇટીસને કારણે થાય છે. લાંબે ગાળે દુ:ખાવાને લીધે હલનચલન ઓછું થઇ જવાથી હાડકાઓ નબળાં પડી જાય છે અને જરા અમથું વાગે ત્યાં ફ્રેકચર થવાની શકયતા ખૂબ વધી જાય છે.

– સંધિવામાં શું ખાવું અને શું ન ખાવું
વાના દર્દીએ પાણીને ઉકાળીને ઠંડુ કરીને પીવું. ચોમાસામાં તો ખાસ ઉકાળ્યા વિના પાણી પીવું જ નહીં. રોજ દૂધ પીવું. હળવો-સુપાચ્ય ખોરાક ખીચડી, બાજરો, જવ, રાબ, ગોળ, આદુ, મરી, લસણ, મેથી, સૂંઠ, પીપર, તજ, કોથમીર એરંડિયું લઈ શકાય છે.

આમલી, કોકમ, છાશ, દહીં, લીંબુ, ભારે ખોરાક, મીઠાઈઓ વગેરે ન ખાવા. કબજિયાત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. તમાકુ, દારૂૂ જેવા વ્યસન છોડી દેવા. ઢીંચણની પીડા હોય ત્યારે પલાંઠી વાળીને કે ઉભડક બેસવું નહીં.
સારવારમાં ધીરજની જરૂૂર હોય છે. સંધિવાના દર્દીઓએ ઠંડા પવન અને ઠંડા પાણીથી દૂર રહેવું.

આયુર્વેદમાં વાયુનાશક એરંડિયું સંધિવામાં ખૂબ જ ફાયદાકારક છે. સૂંઠમાં ઉકાળા સાથે એરંડિયું વૈદ્યકિય સલાહ મુજબ લેવું. એરંડિયું સાંધાઓ જકડાઈ ગયા હોય ત્યાં પહોંચીને તેને છૂટા પાડવાનું કામ કરે છે.

વિરૂૂદ્ધ આહાર ન ખાવો. તેનાથી લોહીમાં અમ્લતા વધે છે અને સાંધાઓ જકડાઈ જાય છે. આયુર્વેદ, હોમીયોપેથીક તેમજ એલોપેથીમાં સંધિવા રોગના દુખાવા માંથી રાહત મેળવવાના ધણા ઉપાયો છે. જો યોગ્ય રીતે ટ્રીટમેંટ કરવામાં આવે તો આ ભયાનક દુખાવા માંથી રાહત મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *