આયુર્વેદમાં માઈગ્રેનને ‘અર્ધાવભેદક’ કહે છે. સામાન્ય ભાષામાં આપણે તેને ‘આધાશીશી’ કહીએ છીએ. આધાશીશી એ માથાના દુખાવાનો એક વિશિષ્ટ પ્રકાર છેટેના નામ પ્રમાણે આ રોગમાં સામાન્ય રીતે અડધા મસ્તકમાં દુખાવો ઉત્પન્ન થાય છે. વૃદ્ધાવસ્થાની અપેક્ષાએ કિશોરાવસ્થા અને યુવાવસ્થામાં તેનું પ્રમાણ વધારે જોવા મળે છે. તેમજ પુરુષો કરતા સ્ત્રીઓમાં આ રોગ વધારે થાય છે.માઈગ્રેનમ્ં થતો દુખાવો સામાન્ય કરતા ભિન્ન પ્રકારનો હોય છે. દુખાવો અસહ્ય હોય છે કે જેનાથી પીડાતી વ્યક્તિને જાણે માથાની નસો ફાટતી હોય તેવો અનુભવ થાય છે. ક્યારેક માથાના પાછળના ભાગમાં, ક્યારેક આગળ તો ક્યારેક કાનની પાછળના ભાગમાં કે આસપાસ દુખાવો થતો હોય છે. ઘણીવાર અડધા મસ્તકમાં અને ઘણીવાર સમગ્ર મસ્તક માં દુખાવો થતો હોય છે. દરેક રોગીમાં તે જુદા જુદા પ્રકારનું જોવા મળે છે. આ દુખાવો થોડા કલાકોથી લઈને બે- ત્રણ દીવસ સુધી સતત દુખાવો રહે છે. સામાન્ય થી લઈને ઉગ્રતા સુધી આ દુખાવો થાય છે.
માઈગ્રેન અને ડિપ્રેશનને સીધો સંબંધ છે.માથાનો દુખાવો પણ વારસાગત હોઈ શકે. માથાનો દુખાવો માનસિક સ્વાસ્થ્ય માટે ગંભીર નિશાની છે. સતત માથાના દુખાવાનો ભોગ બનતા દર્દીની માનસિક સમતુલા લાંબાંગાળે જોખમાઈ શકે છે.વધુ પડતા ઉપવાસ, એકટાણાં, અતિપ્રવાસ, ક્રોધ, તડકો, મદ્યપાન, આળસુ અને બેઠાડુ જીવન તથા કાયમ અપચો રહેતો હોય તેવી સ્થિતિમાં પણ માથાનો દુખાવો થઈ શકે. જે લોકોને કાયમી કબજિયાત રહેતી હોય તેમને પણ માથાનો દુખાવો થવાની શક્યતા ખરી. ચશ્માના નંબર વધી ગયા હોય અને પોતાને ખ્યાલ પણ ન હોય તેવી સ્થિતિમાં કેટલાક લોકોને માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય છે.
માથાનો દુખાવો જેમ સ્વતંત્ર-એક રોગરૂૂપે હોય છે તેમ કેટલાક રોગોમા એ લક્ષણરૂૂપે પણ જોવા મળે છે. જેમ કે અમ્લપિત્ત એટલે કે એસિડિટીના દરદીને વારંવાર માથાનો દુખાવો થતો હોય છે. દહીં, છાશ જેવા ખાટા પદાર્થો કે હાંડવો, ઢોકળા, ખમણ જેવા આથાવાળા પદાર્થો ખાવાથી એસિડીટીના દરદીને માથું દુખવા લાગે છે અને ખાટી -કડવી ઊલટી થાય પછી જ દુખાવો મટે છે. એ જ રીતે વર્ષો જૂની કાયમી કબજિયાત હોય તેવી વ્યક્તિને પણ અવારનવાર માથું દુખતું હોય છે. લો બીપી કે હાઈ બીપીના દરદીને પણ માથું દુખી શકે છે.
માઈગ્રેનથી દુખાવો ત્યારે માથામાં હળવા હાથે માલિશ કરો.રૂૂમાલને ગરમ પાણીમાં પલાળી તેનાથી શેક કરો. બરફથી પણ શેક કરી શકો છો. સંતુલિત આહાર અને સંતુલિત દિનચર્યાનું પાલન કરો. દિવસમાં ઓછામાં ઓછું 12-14 ગ્લાસ પાણી પીવું, મેડિટેશન, યોગ, એક્યુપંક્ચર કે અરોમા થેરપી જેવી પદ્ધતિઓ પણ અજમાવી શકો છો.ભૂખ્યા રહેવાથી માઈગ્રેનનો દુખાવો વધી શકે છે, માટે લાંબો સમય સુધી ભૂખ્યા ન રહો. થોડી થોડી વારે કંઈક ખાતા રહો.ધ્યાન રાખો કે તમે જ્યાં કામ કરો છો ત્યાં પૂરતો પ્રકાશ હોય, બહુ તડકો કે દુર્ગંધ ન આવતી હોય કારણ કે આ વસ્તુઓથી પણ માઈગ્રેનના દર્દીને તકલીફ થઈ શકે છે.માઈગ્રેનના દર્દીએ જંક ફૂડ અને પેકેટ ફૂડ ન ખાવું જોઈએ. પનીર, ચોકલેટ, ચીઝ, નૂડલ્સ અને કેળામાં એવા રાસાયણિક તત્વો હોય છે જે માઈગ્રેનને વધારી શકે છે.
આ સિવાય રાતે સુતી વખતે દેસી ગાયનું ઘી સહેજ ગરમ કરીને બંને નાકની અંદર બબ્બે ટીપા નાખી દેવા. આ ઉપાય કર્યા બાદ જ રાત્રે સુવું. આ પ્રયોગને નસ્ય ક્રિયા કર્મ કહેવામાં આવે છે. આ ક્રિયા 5 થી 7 દિવસ કરવાથી કાયમ માટે આધાશીશીનો દુખાવો મટી જશે. ઉપાય એકદમ સરળ અને અસરકારક તેમજ રામબાણ ઈલાજ છે.
તજનો ભૂકો કરી તેમાં થોડું પાણી ઉમેરી ને તેની પેસ્ટ બનાવો. ત્યાર બાદ તે પેસ્ટ ને કપાળ માં લગાવી દો. આમ થોડા દિવસ કરવાથી માઈગ્રેન ની સમસ્યામાં આરામ મળશે.
કાકડી અને ગાજરમાં મેગ્નેશિયમ આવેલ હોવાથી તે ની સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ. જે માથાના દુખાવામાં ધણી રાહત આપે છે. પાલક, દ્રાક્ષ, બીટ, કાકડી ના રસ નું સેવન કરવાથી પણ ઘણો ફાયદો થાય છે. વિટામિન બી વાળા ખોરાક નું સેવન વધારે કરવું. જે માઈગ્રેનની સમસ્યા માં ઘણી રાહત મળે છે.
માછલીના તેલમાં રહેલા ઓમેગા 3 ફેટી એસિડ માથાના દુખાવામાં ધણી રાહત આપે છે. માછલીના તેલની માલિશ કપાળ પર કરવાથી ધણી રાહત મળે છે. આ ઉપરાંત તમે ઘી માં કપૂર ને મિક્ક્ષ કરીને માથા પર મસાજ કરવાથી દુખાવામાં રાહત મળે છે.
