તાજેતરમાં ભારતવર્ષમાં ડેન્ગ્યુના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી વગેરે રાજ્યોમાં ડેંગયુના કેસ વધી રહ્યા છે. ચોમાસુ શરૂૂ થતા મછાર ના ઉપદ્રવ વધે છે જેના કારણે મલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો નો વધારો થાય છે. તાજેતર માં ડેન્ગ્યુ ના કેસો માં વધારો જોવા મળી રહ્યો છે. ડેન્ગ્યુ તાવ (ઉયક્ષલીય ઋયદયિ) ડેન્ગ્યુ વાયરસ સંક્રમિત એડીઝ મચ્છર કરડવાથી થાય છે. આ તાવની ઝપેટમાં વૃદ્ધ લોકોથી માંડીને બાળકો સુધી તમામ સરળતાથી આવી જાય છે. તેના લક્ષણો પણ થોડા ગંભીર હોય છે.
ડેન્ગ્યુનો પ્રકોપ સામાન્ય રીતે ત્રણ તબક્કામાં વહેંચાયેલો હોય છે:
1. ફેબ્રાઈલ ફેઝ (fever Phase) 2 થી 7 દિવસ
ઊંચો તાવ, માથાનો દુખાવો, ઉબકા-ઉલ્ટી, ત્વચા પર લાલ ફોલ્લા.
સાંધા અને સ્નાયુમાં દુખાવો.
2. ક્રિટિકલ ફેઝ (Critical Phase)
24 થી 48 કલાક તાવ ઉતરી જાય છે પણ જોખમ વધે છે.
પ્લેટલેટ ઝડપથી ઘટવા લાગે છે.
અંદરથી રક્તસ્ત્રાવ, શ્વાસ લેવામાં મુશ્કેલી, પાણી ભરાવાની સમસ્યા.
3. રીકવરી ફેઝ (Recovery Phase))
2 થી 3 દિવસ ધીમે ધીમે આરોગ્ય સુધરે છે.
પ્લેટલેટ ફરી વધે છે.
ત્વચા પર ખંજવાળ સાથે દાણા દેખાઈ શકે છે.
ડેંગ્યુ તાવના લક્ષણો
ડેન્ગ્યુની શરૂૂઆત તીવ્ર તાવ, માથાનો દુખાવો, આંખોની પાછળ દુખાવો, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો, થાક, ઉબકા, ઉલ્ટી થાય છે.
– ત્વચા પર લાલ ફોલ્લીઓ , ચકામા થઇ જાય છે.
– ભૂખ ન લાગવી જેવા લક્ષણોથી થાય છે.
સામાન્ય રીતે 3-7 દિવસો બાદ દર્દીમાં ગંભીર ડેન્ગ્યુના લક્ષણો આવી શકે છે. જેમ કે પેટમાં દુખાવો, ઝડપથી શ્વાસ લેવો, સતત ઉલ્ટીઓ, ઉલ્ટીમાં લોહી આવવું, પેશાબમાં લોહી આવવું, બોડીમાં લિક્વિડ જામી જવું, પેઢા અને નાકમાંથી લોહી નીકળવું, પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી ઘટવી, બેચેની થવી વગેરે. આવા લક્ષણો દેખાવા પર દર્દીએ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું જોઇએ.
ડેન્ગ્યુના કોઈપણ લક્ષણોને હળવાશથી ન લેવા જોઈએ. સારવારમાં સહેજ વિલંબ પણ સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે અને કેટલીકવાર જીવન માટે જોખમી બની શકે છે. ડેન્ગ્યુ માટે કોઈ યોગ્ય ઈલાજ ઉપલબ્ધ ન હોવા છતાં, રોગની સારવાર દવાઓ, ઓક્સિજન થેરાપી, રક્ત અથવા પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝન, નસમાં પ્રવાહી વગેરેની મદદથી કરવામાં આવે છે, જે લક્ષણો દેખાય છે તેના આધારે સારવાર થાય છે.
ડેંગ્યુથી બચવા માટે શુ કરવુ
ડેન્ગ્યુથી બચવા માટે મચ્છરના કરડવાથી પોતાને બચાવવા જરૂૂરી છે. આ માટે, સ્પ્રે, કોઇલ, ક્રીમ, મશીનો અથવા નેટ જેવા મચ્છર ભગાડનારાઓનો ઉપયોગ કરી શકાય છે.
ડેન્ગ્યુના મચ્છર સવાર અને સાંજના સમયે વધુ સક્રિય હોવાથી આવા સમયે બહાર નીકળવાનું ટાળો. જો કે, અનિવાર્ય સંજોગોમાં તમારા શરીરને સંપૂર્ણપણે ઢાંકી દે તેવા કપડાં પહેરો.
તમે બજારમાં સરળતાથી ઉપલબ્ધ મચ્છર ભગાડતી ક્રીમ અને રોલ-ઓનનો પણ ઉપયોગ કરી શકો છો.
ઘરમાં અને તેની આસપાસ ફોગિંગ અથવા જંતુનાશકોનો છંટકાવ મદદરૂૂપ થઈ શકે છે.જો ઘરની અંદર/આજુબાજુ ઘણાં વૃક્ષો અથવા લીલાછમ લાંબા ઘાસ હોય, તો તેના પર જંતુનાશકોનો છંટકાવ કરો. તેમજ જો શક્ય હોય તો, ઘાસને કાપો.
ઘરની અંદર અને તેની આસપાસ પાણી એકઠું થવા ન દો. ઘરની આસપાસની ગટરોને સાફ કરીને ઢાંકી દો. તમામ વાસણો તેમજ વાસણો જેમાં પાણીનો સંગ્રહ થાય છે તેને યોગ્ય રીતે ઢાંકી દેવા જોઈએ.
જો તમારી પાસે કુલર હોય તો તેનું પાણી નિયમિત બદલતા રહો.
લોકો માટે તંદુરસ્ત અને પૌષ્ટિક આહાર લેવો મહત્વપૂર્ણ છે, ખાસ કરીને ઘરે બનાવેલું ભોજન. તમારા શરીરને હાઇડ્રેટેડ રાખો અને રોગપ્રતિકારક શક્તિને (emmune system) મજબૂત કરવા પર કામ કરો.
ખાસ યાદ રાખો:
અતાશશિક્ષ અથવા ઇિીરયક્ષ જેવી દવાઓ ક્યારેય ન લો (તે રક્તસ્ત્રાવ વધારી શકે છે).
પ્લેટલેટ કાઉન્ટ ઘટે ત્યારે તરત સારવાર લો.
ડેન્ગ્યુ એક ગંભીર રોગ છે, પરંતુ સમયસર લક્ષણો ઓળખી યોગ્ય સારવાર કરવામાં આવે તો દર્દી આરોગ્યપ્રાપ્ત થઈ શકે છે.
યાદ રાખો: બચાવ જ શ્રેષ્ઠ ઉપાય છે.
