સૂત્રાપાડાની છેતરપિંડીના આરોપીને 14 વર્ષે એલસીબીએ વેશપલટો કરી સુરતથી દબોચ્યો

  સુત્રાપાડા પોલીસમાં નોંધાયેલ છેતરપીંડીના ગુનાનો આરોપી છેલ્લા 14 વર્ષથી નાસતો ફરતો હોય તેને એલસીબી બ્રાન્ચે વેશ પલટો કરી આરોપીને સુરતના ઓલપાડ વિસ્તારમાંથી શોધી કાઢી…

 

સુત્રાપાડા પોલીસમાં નોંધાયેલ છેતરપીંડીના ગુનાનો આરોપી છેલ્લા 14 વર્ષથી નાસતો ફરતો હોય તેને એલસીબી બ્રાન્ચે વેશ પલટો કરી આરોપીને સુરતના ઓલપાડ વિસ્તારમાંથી શોધી કાઢી ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા જીલ્લામાં ગુનો આચરી લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચન આપેલ હોય જેના અનુસંધાને એલ.સી.બી.ના ઈન્ચાર્જ પો.ઈન્સ. એ.બી.જાડેજા, પો.સબ ઇન્સ. એ.સી.સિંધવના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા પોલીસમાં આઈ.પી.સી. કલમ 407, 420, 144 ના ગુન્હાનો આરોપી મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઇ ઉર્ફે મલો સવજીભાઈ હરીભાઇ ભુંગાણી પટેલ ઉ.વ-61 ધંધો-ડ્રાઇવીંગ મુળ રહે લાઠીદડ ગામ તા.જી.બોટાદ વાળો નાસતો ફરતો હોય જે સુત્રાપાડા ખાતે આવેલ કંપનીમાં ટ્રક ડ્રાઇવિંગ કરતો હોય અને કંપનીના ટ્રકમાં ભરેલ સામાનની છેતરપીંડી કરી ટ્રકનો માલ બારોબાર વેચી નાંખી ટ્રક બિનવારસુ મુકી ગુનો આચરી છેલ્લા 14 વર્ષથી પોતાનું ખોટુ નામ મહેશસિંહ સાવજસિંહ નામ ધારણ કરી બનાવટી ડોક્યુમેન્ટ બનાવી યુપીના પ્રયાગરાજ ખાતે રહેતી ચંદાસિંગ સાથે બીજા લગ્ન કરી રહેતો હોય અને ટ્રક ડ્રાઇવીંગ કરતો હોય તેમજ હાલ તે સુરતના ઓલપાડ વિસ્તારમાં હોવાની ટેકનિકલ તથા હયુમન સોર્સીસથી હકીકત મળતા એલ.સી.બી. ઈન્ચાર્જ પો.ઇન્સ. એ.બી.જાડેજા, પો.સબ.ઇન્સ. એ.સી.સિંધવ, એ.એસ.આઇ. નરેન્દ્રભાઈ કછોટ, રામદેવસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચાવડા, પો.હેડ કોન્સ.નરેન્દ્રભાઈ પટાટ, એ.એસ.આઇ. નિલેશગીરી નિમાવત સહીતના સુરત ઓલપાડ વિસ્તાર ખાતે જઇ ટ્રક ડ્રાઇવર તરીકેનો વેશ પલટો કરી ટ્રક ડ્રાઇવરની જરૂૂર હોય તેવી વાતો કરી સચોટ માહીતી મેળવી વોચ રાખી આરોપીને પકડી પાડેલ છે. આ આરોપી સામે (1) સુરત કડોદરા પોલીસમાં કલમ 406, 407, 420 (ર) ભાવનગર શિહોર પોલીસમાં કલમ 408, 411, 114 મુજબ ગુન્હા નોંધાયેલ હોવાનું જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *