સુત્રાપાડા ના લોઢવા ગામે વાડી વિસ્તારમાં ગૌશાળાની ગાયો ગામના દડ વિસ્તારમાં રોજ ગાયો ચરવા માટે જઈ રહી છે. આજે ધોળા દિવસે આ ગાયોના ઝુંડમાં એક સિંહ ઘુસી આવતા બે ગાયોનું મારણ કર્યું હતું. સુત્રાપાડા તાલુકામાં પાંચથી છ સિંહનો વસવાટ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે ત્યારે લોઢવા ગામે ધોળા દિવસે સિંહે ગાયોનું મારણ કરતા સ્થાનિક લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. અવાર નવાર સિંહ દીપડાઓ શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારો સુધી આવી પહોંચતા હોય છે વધુ એકવાર ગાયો પર સિંહનો હુમલો જોવા મળ્યો છે.
