સુરેન્દ્રનગરમાં અનેક ભૂંડના શંકાસ્પદ મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા દસ દિવસ દરમિયાન 700થી વધુ ભૂંડના શંકાસ્પદ મોત નોંધાતા પશુપાલન વિભાગ અને સ્થાનિક પ્રશાસન સતર્ક બન્યા છે. અચાનક મોટા પ્રમાણમાં થયેલા મોતને…

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા દસ દિવસ દરમિયાન 700થી વધુ ભૂંડના શંકાસ્પદ મોત નોંધાતા પશુપાલન વિભાગ અને સ્થાનિક પ્રશાસન સતર્ક બન્યા છે. અચાનક મોટા પ્રમાણમાં થયેલા મોતને કારણે પશુપાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક માહિતી મુજબ અનેક વિસ્તારોમાં ભૂંડ બીમાર પડ્યા બાદ ટૂંકા સમયમાં મોતને ભેટી રહ્યા હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે સેમ્પલ એકત્રિત કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

રિપોર્ટ આવ્યા બાદ જ કોઈ ચેપજન્ય રોગ કે અન્ય કારણ અંગે સ્પષ્ટતા થઈ શકશે. પશુપાલન વિભાગે સ્થિતિ પર નજીકથી નજર રાખી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ટીમોને મોકલવામાં આવી છે.

સ્થાનિક અહેવાલો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂંડમાં બીમારીના લક્ષણો જોવા મળ્યા હતા. શરૂૂઆતમાં થોડા કેસ સામે આવ્યા હતા, પરંતુ બાદમાં મૃત્યુઆંક ઝડપથી વધ્યો. હાલ સુધીમાં 700થી વધુ ભૂંડના મોત થયાની માહિતી સામે આવી રહી છે. સ્થાનિક લોકો અને પશુપાલકોનું કહેવું છે કે અનેક ભૂંડને તાવ, નબળાઈ અને ખાવાનું બંધ થવા જેવી સમસ્યાઓ બાદ મોત થયા હતા. જોકે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ ચોક્કસ વાયરસ અથવા રોગની પુષ્ટિ કરવામાં આવી નથી.

પશુપાલન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવાની સૂચનાઓ આપી છે. મૃત પ્રાણીઓના યોગ્ય નિકાલ માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે જેથી કોઈ સંભવિત ચેપ વધુ ન ફેલાય. અધિકારીઓએ પશુપાલકોને અપીલ કરી છે કે જો ભૂંડમાં અસામાન્ય લક્ષણો દેખાય તો તરત જ નજીકના પશુચિકિત્સા કેન્દ્રનો સંપર્ક કરવો. તેમજ મૃત પ્રાણીઓને ખુલ્લી જગ્યાએ ન ફેંકવા અને આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ ભૂંડમાં ફેલાતા કેટલાક વાયરસજન્ય રોગો ઝડપથી ફેલાઈ શકે છે. તેથી સમયસર સેમ્પલ તપાસ અને નિયંત્રણ પગલાં અત્યંત મહત્વપૂર્ણ બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *